27-06-2012
Spotted deer is favouriet dish of Gir lion, says Study
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-like-chital-to-eat-in-armeli-3451391.html
સિંહોના ભોજનના 'મેનુ' વિશે થયો એક રસપ્રદ અભ્યાસ
- જંગલના રાજાને ચિત્તલનો સ્વાદ અત્યંત પ્રિય હોવાનું તારણ, જંગલમાં રોજ મિજબાની માણે છે સિંહ પરિવાર
માણસજાતને જેવી રીતે ખોરાક આરોગવાની પસંદ નાપસંદ હોય છે. તેવી જ રીતે ગીરમાં વસતા ડાલામથ્થા સાવજો પણ પોતાની પસંદ નાપસંદ મુજબ ખોરાક આરોગે છે. કોઇ માણસને મીઠાઇ વધારે ભાવે છે. તો કોઇ તીખો ખોરાક આરોગે છે. જંગલમાં વસતા ડાલામથ્થા સિંહો પણ પોતાને પસંદ પડે તેવા ખોરાકનો શિકાર કરતા હોય છે. અને જાણે કે જંગલમાં અનેકવિધ આરોગતા નજરે પડે છે.
સિંહો જંગલમાં અને રેવન્યુ વિસ્તારમાં સૌથી વધુ ક્યાં પ્રાણીનો શિકાર કરીને આરોગે છે. તે અંગે સાસણ વનવિભાગ કચેરી દ્રારા એક રસપ્રદ અભ્યાસ કરવામાં આવ્યો છે. એશિયાટિક લાયનને નિહાળવા એ એક જીંદગીનો અમુલ્ય લ્હાવો છે. ધારી ગીરપુર્વના ૭૨૮ ચો.કિમી વિસ્તારમાં તેમજ ગીર પશ્ચિમ વિભાગ વિસ્તારમાં જંગલમાં સિંહ, દપિડા સહિત કાળીયાર, નીલગાય, ચિંકારા, શાબર, જંગલીભુંડ સહિત પ્રાણીઓ અને પક્ષીઓ વિહાર કરે છે. એપ્રિલ ૨૦૧૦ ની વસતી ગણતરી મુજબ ૪૧૧ સિંહોની સંખ્યા નોંધવામાં આવી છે. જેમાં ૯૭ નર, ૧૬૨ માદા અને ૧૫૨ બચ્ચા જંગલમાં વસવાટ કરી રહ્યાં છે.
માણસ જેવી રીતે ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ સહિતની વાનગીઓ આરોગે છે. અને પસંદ નાપસંદ કરે છે. તેવી રીતે સિંહો પણ તેને જે સૌથી વધુ ભાવે તે પ્રાણીનો શિકાર કરી મિજબાની માણે છે. આ અંગે ડીએફઓ સંદપિકુમારે જણાવ્યું હતું કે સાસણ વનવિભાગ કચેરી દ્વારા વર્ષ ૨૦૦૯/૧૦ માં આ અંગે એક રસપ્રદ અભ્યાસ કરવામાં આવ્યો હતો. સિંહોનું મળ એકત્રિત કરી બાદમાં તેમાંથી મળતા પ્રાણીઓના વાળનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
સિંહો જંગલમાં અને જંગલની બહાર સૌથી વધુ ક્યાં પ્રાણીનો શિકાર કરે છે. તે આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. પ્રાણી વિશ્વના જિજ્ઞાસુ માટે આ અભ્યાસ મહત્વનો સાબિત થશે.
- સાબર, નીલગાય, જંગલી ભૂંડ અને ચિંકારાનો શિકાર
ગીર જંગલમાં સિંહો સૌથી વધુ ચિતલનો શિકાર કરી મજિબાની માણે છે. ટકાવારીની દ્રષ્ટિએ ૩૧.૦૬, આ ઉપરાંત ૧૨.૬૭ ટકા સાબર, ૨૬.૯૨ ટકા નિલગાય, ૨૪.૦૫ ટકા માલઢોર, ૩.૫ ટકા જંગલીભુંડ, ૦.૭૫ ટકા ચિંકારાનો શિકાર કરે છે.
- રેવન્યૂ વિસ્તારમાં નીલગાય વધુ આરોગે છે
જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં સિંહો સૌથી વધુ નિલગાય આરોગે છે. ૪૫.૭૨ ટકા તેમજ સાબર ૬.૪૧ ટકા, ચિતલ ૯.૨૫ ટકા, માલઢોર ૩૩.૫૨ ટકા, જંગલી ભુંડ ૩.૮૯ ટકા, ચિંકારા ૦.૨૨ ટકા શિકાર કરી મજિબાની માણે છે.
No comments:
Post a Comment