Saturday, June 09, 2012

Small nail cause of lioness death

09-06-2012
Small nail cause of lioness death
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-death-small-nail-3388980.html?OF3=

નાનકડી ખીલી બની સિંહણનાં મોતનું કારણ

સિંહણ એવી શક્તિશાળી હોય છે કે એક પંજો મારીને શિકારને યમધામ પહોચાડી દે.
પરંતુ એવી ખૂંખાર સિંહણ માટે એક ખીલી મોતનું કારણ બની છે. નાની વડાળની
સીમમાં મૃત્યુ પામેલી સિંહણના પોસ્ટર્મોટમ દરમીયાન તેના પગમાંથી ખીલી મળી
આવી હતી. આ સિંહણને થોડા સમય પહેલા કોઇ રીતે જમણા પગમાં ખીલી ઘુસી ગઇ
હતી.
જેના પગલે સિંહણના પગમાં રસી થઇ ગયું હતું. જો વન વિભાગના નજરે આ સિંહણ
ચડી ગઇ હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત પરંતુ તે કોઇના નજરે ન ચડતા
સિંહણના આખા શરીરમાં રસી ફેલાઇ ગયું હતું. જેના પરિણામે આ સિંહણ ગઇકાલે
મૃત્યુ પામી હતી.
નાની વડાળ પંથકમાં ગઇકાલે ધોધમાર વરસાદ હોય સિંહણના મૃતદેહને સલામત સ્થળે
લઇ જઇ તેનુ પોસ્ટર્મોટમ કરવુ પડયુ હતું.ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્મા,
એસીએફ ધામી તથા વેટરનરી ડો. હિ‌તેષ વામજા વિગેરેની ઉપસ્થિતિમાં સિંહણના
મૃતદેહને સળગાવી દઇ તેનો નિકાલ કરાયો હતો.

No comments:

Previous Posts