Sunday, April 08, 2012

Which is 12 Gir lions habitat

08-04-2012
Which is 12 Gir lions habitat
Divya Bhaskar By Nimish Thakar
http://www.divyabhaskar.co.in/article/SAU-time-table-of-lions-totally-changed-in-summer-3077974.html?OF4=

જંગલના રાજાની રસપ્રદ હકીકતો તમને નહીં ખબર હોય


- જંગલમાં સાવજો જલ્દી નજરે નથી પડતા, વાંચો રસપ્રદ હકીકતો
- ઉનાળો આવે એટલે સાવજોનો ખોરાક ઘટી જાય
- આશ્રય સ્થાનો, મારણના સમયમાં પણ ફરક પડી જાય

ઉનાળો આવે એટલે દુનિયાભરમાં માનવીઓની દીનચર્યામાં તો ફરક પડી જ જાય છે. પરંતુ જંગલમાં વસતા પ્રાણીઓની દીનચર્યામાં પણ ફેરફાર થતો હોય છે. તેમાંય જંગલના રાજા 'સિંહ'ની દિનચર્યામાં ફેરફાર ન થાય તો જ નવાઇ. ઉનાળામાં તેનાં આશ્રયસ્થાનો, ખોરાક મારણ કરવાનો સમય, અવરજવરનો સમય, વગેરેમાં મોટો ફરક પડી જાય છે.

ઊનાળાના દિવસોમાં ગિર કે ગિરનારનાં જંગલમાં ફરીએ એટલે પાંદડાં ખરી ગયેલાં સૂકાંભઠ્ઠ વૃક્ષો નજરે ચઢે પરંતુ સહેલાણી જેમનાં માટે ત્યાં ગયા હોય એ સાવજ તેને ઝટ નજરે ન ચઢે.

આ અંગે ડીએફઓ રમેશ ડી. કટારા કહે છે, માનવીમાં જેમ મોસમ બદલતાં રોજીંદું ટાઇમ ટેબલ બદલી જાય એમ વન્ય પ્રાણીઓનું ટાઇમ ટેબલ પણ બદલી જાય છે. સિંહ-દીપડા જેવાં પ્રાણીઓ આમ તો 'નિશાચર' એટલે કે રાત્રિના સમયે ખોરાક શોધનારાં જીવો કહેવાય. રાત્રે મારણ કરી 'ભોજન' કર્યા બાદ તે જંગલમાં પાછા ફરે છે.

શિયાળામાં સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધીમાં તે જંગલમાં પાછા જતા રહે. પરંતુ ઉનાળામાં તેનો પરત જવાનો સમય વ્હેલો થઇ જાય છે. ઉનાળાની રાત્રે માલ-ઢોર કે બીજા પશુઓનું મારણ કર્યા બાદ તે મોડામાં મોડો ૯ વાગ્યા સુધીમાં તો જંગલનો માર્ગ પકડી જ લે. ઉનાળામાં તેને પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે. વળી જંગલમાં પાણીનાં સ્ત્રોત ઘટ્યાં હોય છે. આથી તે જ્યાં નદી-નાળાં કે વોંકળા જોવા મળે તેની આસપાસની વનરાજીને પોતાનું 'ઘર' બનાવે છે. આવાં સ્થળોની આસપાસ ઉગી નીકળતાં કરમદાનાં ઢુવા સિંહ-દીપડા જેવો પ્રાણીઓ માટે મનગમતું આશ્રયસ્થાન કહેવાય.

આ ઉપરાંત તે હરિયાળાં વૃક્ષોની ઓથ પણ પસંદ કરે. જ્યારે શિયાળો કે ચોમાસાંમાં તે ઉંચાઇવાળાં સ્થળોએ ખાસ કરીને ખુલ્લો પટ હોય એવો વિસ્તાર વધુ પસંદ કરે. વળી શિયાળામાં તેને રોજ મારણ કરવા જોઇએ. જ્યારે ઉનાળામાં તે બે કે ત્રણ દિવસે મારણ કરવા નીકળે. ટૂંકમાં, ઉનાળામાં માનવીની જેમ સાવજનો ખોરાક પણ સરવાળે ઓછો થઇ જતો હોય છે.

No comments:

Previous Posts