Monday, April 23, 2012

Leopard that killed old woman at Karamdadi, caught

23-04-2012
Leopard that killed old woman at Karamdadi, caught
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-panter-killed-old-woman-in-dhari-3148319.html

સતત બીજા દિવસે ત્રાટક્યો દિપડો, વૃદ્ધાને ફાડી ખાધી, તસવીરો

-સતત બીજા દિવસે બનેલા બનાવથી ગ્રામજનોમા ફફડાટ
-વન વિભાગ ઉંધા માથે, માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા કવાયત


અમરેલી જિલ્લાના ધારી પંથકમાં સતત બીજા દિવસે માનવભક્ષી દિપડાએ વૃધ્ધ મહિલાને ફાડી ખાધાનો બનાવ પ્રકાશમાં આવતા અરેરાટીની સાથે ગ્રામજનોમા ગભરાટ ફેલાયો છે.

ધારીના કરમદડી ગામે ગઇ કાલે મોડી રાત્રે સંતોકબેન માધાભાઇ શીરવડીયા નામના કોળી વૃધ્ધા તેમના પરિવારજનો સાથે ખેતરમાં સુતા હતા. ત્યારે પરોઢિયે ખેતરમાં ઘૂસી આવેલો માનવભક્ષી દિપડો ચૂપચાપ વૃધ્ધાને ઉઠાવી ગયો હતો. સવારે કોળી પરિવાર ઉઠતા સંતોકબેન નજરે નહી પડતા તેમની શોધખોળ કરી હતી.

દરમિયાન સવારે સંતોકબેનનો માથા વગરનો મૃતદેહ ગામની સીમમા અવાવરૂ જગ્યાએથી મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસ તેમજ વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે.

No comments:

Previous Posts