Monday, April 09, 2012

Leapord child meet in Mahuva

09-04-2012
Leapord child meet in Mahuva
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-leapord-child-meet-in-mahuva-3082692.html?OF3=

દીપડાના બે બચ્ચાં મળ્યાં, લોકોએ દૂધ પીવડાવી રમાડ્યા


મહુવા તાલુકાના નિહાલી ગામે મળેલા દીપડાના બંને બચ્ચાં ૨૦ થી ૨૫ દિવસના છે


દીપડાનાં બંને બચ્ચાં નર અને તંદુરસ્ત છે, મોડી સાંજે બંને બચ્ચાને ફરી જ્યાંથી મળ્યા હતાં ત્યાં જ છોડી દેવાયાં

મહુવા તાલુકાના નિહાલી ગામે રવિવારે શેરડી કટિંગ ચાલતુ હતુ તે દરમિયાન ખેતરની વચ્ચેથી દીપડીના બે બચ્ચા મળી આવતા મજુરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. બચ્ચા દેખાતા તેઓએ ખેતરના માલિકને જાણ કરતા તેમણે મહુવા વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગે ઘટના સ્થળે ધસી આવી બંને બચ્ચાનો કબજો મેળવી વેટરનરી ડોક્ટર પાસે પરિક્ષણ કરાવી મોડી સાંજે ફરી બંનેને જ્યાંથી મળ્યા હતાં તે જ સ્થળે છોડી દીધા હતાં.

મહુવા તાલુકાના નિહાલી ગામે ભગત ફળિયામાં રહેતા ગુણવંતભાઈ છોટુભાઈ પટેલનું ખેતર ઘરની નજીક આવેલું છે. રવિવારે ખેતરમાં શેરડી કટિંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બપોરે ૧૨ વાગ્યાના અરસામાં મજુરોને ખેતરની વચ્ચે દીપડાના બે નાના બચ્ચા દેખાતા તેમણે ત્વરિત ખેતર માલિક ગુણવંતભાઈને જાણ કરી હતી. જેથી તેમણે મહુવા વનવિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મહુવા વનખાતાના આર.એફ.ઓ. અને તેમના સ્ટાફે દીપડાના બંને બચ્ચાનો કબજો મેળવી ત્વરિત આ બંનેની પ્રાથમિક તપાસ વેટરનરી ડોક્ટર પાસે કરાવી હતી. વન વિભાગના જણાવ્યા મુજબ ખેતરમાંથી મળી આવેલા દીપડીના બંને બચ્ચા નર છે અને તેઓ અંદાજીત ૨૦થી ૨૫ દિવસના છે અને બંને બચ્ચા તંદુરસ્ત છે.મોડી સાંજે દીપડાના બંને બચ્ચાઓને શેરડીના ખેતરમાં જે જગ્યાએથી મળી આવ્યા હતા ત્યાં છોડી દેવામાં આવ્યા હતા. અવાર નવાર રહેણાંક વિસ્તારોમાં દીપડા અને તેના બચ્ચાઓ દેખાતાં લોકો ભયના માહોલમાં જીવી રહ્યાનું ગામવાસીઓએ જણાવ્યું હતું.

રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં ભય

દીપડાના બે બચ્ચાં રહેણાંક વિસ્તાર નજીકના ખેતરમાંથી મળી આવતા ગ્રામજનોમાં હાલ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જેના પરિણામે તે રાત્રિ દરમિયાન કે એકલા અટુલા ખેતરે જવાનું પણ ટાળે છે. માં વિનાના બચ્ચાઓને ગામવાસીઓએ પોતાના ઘરે લઈ જઈ સાર સંભાળ કરી હતી અને તેમને દૂધ પણ પીવડાવ્યુ હતું.

No comments:

Previous Posts