Friday, April 27, 2012

Lion rescued from open well at Ningada village in Khambha village

27-04-2012
Lion rescued from open well at Ningada village in Khambha village
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-drown-in-well-khambha-3173533.html

કૂવામાં ખાબકી સિંહણ, કરાયું દિલધડક રેસ્કયુ ઓપરેશન

વનવિભાગને લાંબી જહેમત બાદ સિંહણને જીવિત બહાર કાઢી પાંજરે પૂરી


ખાંભા તાલુકાનાં નિંગાળા ગામની સીમમાં આજે વહેલી સવારે આશરે દોઢ વર્ષની ઉમરની એક સિંહણ ૬૦ ફૂટ ઉંડા કુવામાં ખાબકતા વનતંત્ર દોડતું થઈ ગયું હતું. વનખાતાનાં અધિકારીઓ દોડી ગયા બાદ કુવામાં ખાટલો અને ગાળીયા નાંખી પાણીમાં તરતી સિંહણને બચાવી લઈ પાંજરે પૂરવામાં આવી હતી.

ગીરકાંઠાના ગામોમાં ખેતીવાડીનાં ખૂલ્લા કુવા સાવજો માટે મોતનું કારણ બની રહ્યાં છે ભૂતકાળમાં અનેક સાવજોનાં કુવામાં ખાબકવાથી મોત થઈ ચૂકાયા છે પરંતુ આજે ૬૦ ફૂટ ઉંડા કુવામા ખાબકેલી સિંહણને જીવતી બચાવવામાં વનવિભાગને સફળતા મળી હતી. ખાંભા તાલુકાનાં નિંગાળા ગામની સીમમાં આજે વહેલી સવારે ઘનશ્યામભાઈ લાલજીભાઈ વડીવીયાની વાડીમાં કાંઠા વગરનાં કુવામાં આશરે દોઢ વર્ષની ઉમરની સિંહણ કોઈ રીતે પડી ગઈ હતી.

આશરે ૬૦ ફૂટ ઉંડા કુવામાં ૧૫ ફૂટ પાણી ભયું છે. આ સિંહણ પાણીના તરતી હોવાની જાણ થતા વાડી માલીક દ્વારા તુરંત વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ધારીથી ડીએફઓ અંશુમન શર્મા રેસ્કયુ ટીમ તથા ખાંભાનાં સ્ટાફ સાથે અહિં દોડી આવ્યા હતા અને આ સિંહણને જીવતી બહાર કાઢવા માટે રેસ્કયુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ સિંહણને બહાર કાઢવા માટે સૌ પ્રથમતો દોરડા સાથે ખાટલો કુવામાં ઉતારવામાં આવ્યો હતો જેથી સિંહણ આ ખાટલા પર ચડી ગઈ હતી. ત્યારબાદ વનવિભાગનાં બે કર્મચારી કનરે દોરડા બાંધી કુવામાં થોડે સુધી ઉતર્યા હતાં. આ કર્મચારીઓએ દોરડાનાં ગાળીયા નાંખી સિંહણને બાંધી દીધી હતી જેને પગલે ઉપરથી વનવિભાગનાં સ્ટાફે દોરડા ખેંચી સિંહણને સીધી જ પાંજરામાં લઈ લીધી હતી. સવારથી બપોરનાં બે વાગ્યા સુધી ચાલેલા લાંબા ઓપરેશન બાદ આખરે સિંહણનો જીવ બચાવી શકાયો હતો.

સિંહણ કલાકો સુધી પાણીમાં તરતી રહી

આ સિંહણ સવારે કુવામાં પડી ત્યારથી તે છેક વન વિભાગે કુવામાં ખાટલો ઉતાર્યો ત્યાં સુધી સિંહણ ૧૪ ફૂટ પાણીમાં તરતી રહી હતી. બાદમાં ખાટલા પર ચડી ગઈ હતી.

No comments:

Previous Posts