Monday, April 23, 2012

જંગલમાં ‘સિંહદર્શન’ કરતા અમદાવાદનાં આઠ શખ્સો દંડાયા

23-04-2012
જંગલમાં 'સિંહદર્શન' કરતા અમદાવાદનાં આઠ શખ્સો દંડાયા
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-1751776-2758441.html

વેરાવળ નજીકનાં બાબરા વીડી જંગલમાં પ્રવેશી ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં અમદાવાદનાં આઠ શખ્સોને વનવિભાગે રંગે હાથ ઝડપી લઇ તેમની પાસેથી R ૧૬ હજારનાં દંડની વસુલાત કરી હતી.

વેરાવળ નજીકનાં બાબરા વીડી જંગલમાં પીળીધાર વિસ્તારમાં રવિવારનાં રાત્રિનાં ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ગેરકાયદેસર લાયન શો નહિાળી રહ્યાંની બાતમી મળતાં વેરાવળ રેન્જનાં ડીએફઓ શાહુનાં માર્ગદર્શન હેઠળ આરએફઓ ડી. વી. પરસાણા, ફોરેસ્ટર વિનુભાઇ અપારનાથી, સી.એમ. રાઠોડ અને ગડુ વનવિભાગ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ અમદાવાદનાં અખ્તર ઇકબાલ કુસાવાલા, શેખ મહમદ જુનેદ, સોમન ઉસ્માન જોધપુરવાળા, શેખ અબ્દુલ રહુફ વાહીદ, ઇમ્તીયાઝ હાજી મહમદ માંડણવાલા, મોકરજીવાલા ઇમરાન રફીક, આતીફ જમાલ બોલાવાળા અને બીલોરા યાસીન મહમદને ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ કરી લાયન શો નહિાળતાં રંગે હાથ ઝડપી લીધા હતા. આ તમામ શખ્સો પાસેથી વનવિભાગે રૂ.૧૬ હજારનાં દંડની વસુલાત કરી હતી.

No comments:

Previous Posts