Tuesday, April 16, 2013

Modi calls for immediate meeting to stop Lion Translocation

15-04-2013
Modi calls for immediate meeting to stop Lion Translocation
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-narendra-modi-wants-to-stop-relocation-of-gir-lions-in-madhya-pradesh-2976116.html?HT1a=

સિંહોનું સ્થળાંતર રોકવા મોદીની તાબડતોબ બેઠક

- વિધાનસભાનું સત્ર શરૂ હોવા છતાં શુક્રવારે સચિવાલયમાં મળશે બેઠક અને થશે ચર્ચા
- સુપ્રીમકોર્ટમાં આગામી સોમવારે હાથ ધરાશે સુનાવણી
- મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઇ હતી સુનાવણી
- સુપ્રીમે નોંધ્યું કે સિંહો માત્ર ગુજરાતની જ મિલકત નથી


એશિયાટીક લાયન્સના ઘર તરીકેનું ગૌરવ ગુજરાત ટૂંક સમયમાં ગુમાવે તેવા સંજોગો ઊભા થયા છે. રાજ્યમાંથી મધ્યપ્રદેશના કુનો-પાલપુર અભ્યારણ્યમાં સિંહોનું સ્થળાંતર કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી જાહેરહિતની અરજી અંગે ગત સોમવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે.એસ.રાધાક્રિષ્ણન અને સી.કે.પ્રસાદની બનેલી ખંડપીઠે નોંધ્યું હતું કે એશિયાટીક સિંહો માત્ર ગુજરાતની જ મિલકત નથી પરંતુ તે સમગ્ર દેશનું ગૌરવ છે.

આગામી સોમવારે હાથ ધરાનારી સુનાવણીમાં કોર્ટ રાજ્યના વન્યજીવન બોર્ડ પાસે મંતવ્ય માંગે તેવી શક્યતા છે. જેના અનુસંધાને શુક્રવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સચિવાલય ખાતે તાબડતોબ એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કોર્ટ સમક્ષ શું દલીલ રજૂ કરવી તેની મુખ્યત્વે ચર્ચા થશે.

સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું હતું કે સિંહોની માલિકી બાબતે ઝઘડવા કરતાં રાજ્યોએ તેના જતન માટે પગલાં લેવા જોઇએ. ગુજરાતના કાઉન્સેલ હેમંતીકા વહીએ કહ્યું હતું કે "સિંહો રાષ્ટ્રીય સંપત્તિ છે તે મુદ્દે કોઇ વિવાદ નથી. અમારી મુખ્ય દલીલ એ છે કે મધ્યપ્રદેશમાં સિંહોના વસવાટ માટે મર્યાદિત સ્ત્રોત છે અને ત્યાં શિકારના બનાવો પણ નોંધાયા છે."

ઉલ્લેખનીય છે કે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં દર સોમવારે યોજાય છે. આગામી સોમવારે યોજાનારી સુનાવણીમાં કેન્દ્રીય વનવિભાગના અધિકારીઓ અને મધ્યપ્રદેશના અધિકારીઓને હાજર રહેવા માટે પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. કેન્દ્રીય વનવિભાગ સિંહોના સ્થળાંતરની તરફેણ કરી રહ્યો છે તેની દલીલ છે કે ગુજરાતમાં સિંહોમાં કોઇ રોગચાળો ફાટી નીકળે તો તેવી પરિસ્થિતિમાં મધ્યપ્રદેશમાં રહેલા સિંહોને કોઇ હાનિ ન પહોંચે.

વન્યપ્રાણીઓ માટે કામ કરતા ફૈયાઝ ખુદસરે સુપ્રીમ કોર્ટ સમક્ષ ગુજરાતમાંથી સિંહોનું મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરાય તે માટે એક જાહેરહિતની અરજી કરી હતી.

નોંધનીય છે કે આ પહેલા મોદીએ જાહેરમાં કહ્યું હતું કે ગુજરાતના સિંહો રાજ્ય છોડીને ક્યાંય નહીં જાય.

તમારો મત

આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.

No comments:

Previous Posts