Tuesday, April 16, 2013

Bhavnagar shall become Asiatic Lion Sanctuary

15-04-2013
Bhavnagar shall become Asiatic Lion Sanctuary
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-asiatic-lion-sanctuary-will-establish-in-bhavnagar-3526868.html?HT1a=

એશિયાટિક સિંહો માટે વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવા ગુજરાત સરકારની વિચારણા : ૬૦ સિંહ ભાવનગર અને અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે

એશિયાટિક સિંહો માટે ગીર ઉપરાંત એક અલગ અભિયારણ્ય બનાવવાની દિશામાં કાર્યરત ગુજરાત સરકારે ભાવનગર અને અમરેલી જિલ્લાની વચ્ચે આવેલા વિસ્તાર પર પસંદગી ઉતારી છે.

ગીરના જંગલ વિસ્તારમાં વસવાટ ધરાવતા ૪૦૦ સિંહો માટે વિસ્તાર વધારવા માટેની રાજ્ય વન વિભાગની યોજના તળે ગીરથી ૭૦ કિ.મી.ના અંતરે આવેલા જેસર-હિ‌પાવડલી ઝોનના ૧૦૯ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહ માટે અભિયારણ્ય બનાવવા માટે પીવાના પાણીની, માણસોથી સુરક્ષીત રાખી શકાય તેવી વ્યવસ્થાના નિર્માણ કરવા માટે સરકારની યોજના છે.

૨૦થી વધુ સિંહ ભાવનગર જિલ્લામાં પસાર થતી શેત્રુંજય નદી કિનારાના ઘેસીયા મેદાનોમાં વસવાટ ધરાવે છે, અને અવારનવાર ગ્રામ્ય પંથકમાં પણ દેખા દે છે. ગીર પંથકમાં સિંહની વધતી જતી વસતીથી, જંગલનો રાજા પોતાના આધિપત્ય માટે નવા સ્થળની શોધમાં ભાવનગર જિલ્લાના ગામો પર પસંદગી ઉતારી રહ્યા છે.

વૈકલ્પિક અભિયારણ્યમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના ત્રણ ભાગ સામેલ કરવામાં આવશે. ૬૦ જેટલા સિંહ આ વિસ્તારમાં વસવાટ કરવા માટે મુકવામાં આવશે. ઉપરાંત ગીરથી ૧૬૦ કિ.મી.ના અંતરે આવેલા બરડા અભિયારણ્ય પણ સિંહની પસંદગીનું સ્થળ છે, અને વન વિભાગ દ્વારા ઓકટોબર માસમાં ૮ સિંહ મોકલવામાં આવનાર છે.

ચિફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વાઇલ્ડ લાઇફ ડિવિઝન) જૂનાગઢ સર્કલ, આર.એલ.મીનાના જણાવ્યા પ્રમાણે અભિયારણ્ય માટેની દરખાસ્તનો રાજ્ય સરકારમાંથી સ્વીકાર થઇ જાય એટલે તુરતજ આ વિસ્તારોમાં સામેલ ઇન્ડસ્ટ્રી પર રોક લગાવવામાં આવશે, અને આ વિસ્તારમાં કોઇપણ પ્રકારનું ખનન કરવા દેવામાં આવશે નહીં. સિંહના વસવાટ માટે વધુ કાનુની રક્ષણ પુરુ પાડવામાં આવશે. ભાવનગર જિલ્લાના પાલિતાણા નજીકના ગામો અને અમરેલીના ગામોમાં સિંહ માટે અભિયારણ્ય બનાવવા માટે રાજ્ય સરકાર રસ ધરાવે છે, અને તેના માટે જરૂરી કાર્યવાહીને વેગ આપી રહી છે.

No comments:

Previous Posts