Monday, March 11, 2013

Two suspicious persons caught with Lion Nails from Dhari

11-03-2013
Two suspicious persons caught with Lion Nails from Dhari
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-two-arrest-with-lions-nail-in-dhari-4203859-NOR.html

સિંહના બે શંકાસ્પદ નખ સાથે ધારીમાંથી વિસાવદરના બે શખ્સોની ધરપકડ

- નખ સિંહના છે કે અન્ય પ્રાણીના તે જાણવા લેબોરેટરીમાં મોકલાશે


ધારીના દલખાણીયા રોડ પરથી ગઇરાત્રે પોલીસે વિસાવદર ગામના બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં રખડતા ઝડપી લઇ તલાશી લેતા તેની પાસેથી વન્ય પ્રાણીના બે શંકાસ્પદ નખ મળી ખાવતાઅ બન્નેને જંગલખાતાના હવાલે કરવામાં આવ્યા હતાં. નવ વિભાગે આ બન્ને નખ સિંહ કે અન્ય વન્ય પ્રાણીના છે કે કેમ તે જાણવા બન્ને નખ એફએસએલમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. વન વિભાગે બન્નેની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

અમરેલી પંથકમાં ભૂતકાળમાં નખ માટે સિંહની હત્યાની ઘટનાઓ બની ચુકી છે. શિકારીઓ તંત્રને અંધારામાં રાખી અત્યાર સુધીમાં અનેક સાવજોની હત્યા કરી ચુક્યા છે. ત્યારે હવે તંત્ર પણ ભારે સજાગ બન્યુ છે. ગઇરાત્રે ધારી નજીકથી વિસાવદરના બે શખ્સોને વન્ય પ્રાણીના શંકાસ્પદ નખો સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં. ધારી પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમીયાન વિસાવદરના ઇમરાન ફતેમહમદ મકરાણી અને અમીન કરીમ ફકીર નામના યુવાનોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતાં.

આ શખ્સોની તલાશી દરમીયાન તેમની પાસેથી વન્ય પ્રાણીના બે શંકાસ્પદ જણાતા નખ મળી આવ્યા હતાં.જેથી બન્નેને રિપોર્ટ કરી વન વિભાગના હવાલે કરવામાં આવ્યા હતાં. આરએફઓ એ. વી. ઠાકર દ્વારા બન્નેની વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ બન્ને નખ સિંહના છે કે અન્ય કોઇ વન્ય પ્રાણીના કે પછી તદન બનાવટી છે તે જાણવા નખને એફ એસ એલમાં મોકલવામાં આવશે. આ બન્ને શખ્સો ભૂતકાળમાં વન્ય પ્રાણીને લગતા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે જાણવા પણ વન વિભાગે દોડધામ શરૂ કરી છે.

- નખ એફએસએલમાં મોકલાશે- આર એફ ઓ

બનાવ અંગે સ્થાનીક આરએફઓ એ વી ઠાકરે જણાવ્યું હતું કે આ બન્ને નખને આવતીકાલે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. તેની પાસેથી મળેલા નખ વન્ય પ્રાણીના હોવાની આશંકા હોય બન્નેને અદાલતમાં રજૂ કરવામાં આવશે. તેમની વન્ય પ્રણી સંરક્ષણ ધારા હેઠળ ધરપકડ કરાઇ છે.

No comments:

Previous Posts