Monday, March 11, 2013

6 months old Gir Lion Cub dies in infight

10-03-2013
6 months old Gir Lion Cub dies in infight
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-lions-cub-died-in-infight-in-dhari-4202913-NOR.html

ધારીમાં છ માસના સિંહબાળનું ઇનફાઇટમાં મોત

- ગઢીયાની સીમમાં નર સિંહબાળનો અર્ધ ખવાયેલો મૃતદેહ મળી આવ્યો


ધારી તાલુકાના ગઢીયા ગામની સીમમાં આજે આશરે પાંચ થી છ માસની ઉંમરના નર સિંહબાળને ઇનફાઇટમાં એક સાવજે મારી નાખ્યુ હતું. એટલુ જ નહી તેનું અડધુ શરીર ખાઇ પણ ગયો હતો. સિંહબાળના બાકીના શરીર પરથી ઇજાના નિશાન મળ્યા હતાં. ઘટનાની જાણ થતા વન વિભાગના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો લીધો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

આવી જ એક ઘટના આજે ધારી તાલુકાના ગઢીયા ગામની સીમમાં બની હતી. અહિં એક સિંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની બાતમી મળતા ડીએફઓ શર્માની સુચનાથી ખાંભાના આરએફઓ એન.બી. પરડવા સ્ટાફ સાથે ગઢીયાની સીમમાં દોડી ગયા હતાં. વન વિભાગને અહિંથી આશરે પાંચ થી છ માસની ઉંમરના એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો.

જેનું શરીર પાછળના ભાગેથી ખવાયેલુ હતું. આ ઉપરાંત શરીરમાં સિંહના દાંત જેવા ઇજાના નિશાન મળી આવ્યા હતાં. તેના શરીર પરથી સિંહની કેશવાળી પણ મળી હોય કોઇ સિંહે તેને મારી નાખ્યાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.

- સિંહણના બે બચ્ચામાંથી એકને મારી નંખાયું

આ વિસ્તારમાં એક સિંહણ બે બચ્ચા સાથે રખડતી હતી. જે પૈકી એક બચ્ચાને મારી નાખવામાં આવ્યુ હતું. આજે વન વિભાગની તપાસ દરમીયાન આ સિંહણ એક બચ્ચા સાથે જ નઝરે પડી હતી. આમ જેને મારી નખાયુ તે બચ્ચુ આ સિંહણનું હોવાનું સાબિત થયુ હતું.

No comments:

Previous Posts