Sunday, March 24, 2013

114 lions have made revenue areas outside Gir as their home

23-03-2013
114 lions have made revenue areas outside Gir as their home
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/MGUJ-GAN-114-lion-wandering-out-of-gir-jungle-4215582-NOR.html

ગીરમાં ૧૧૪ સિંહ તો ફરે છે જંગલ વિસ્તારની બહાર

- ગુજરાતમાં ૨૦૧૦ દરમિયાન થયેલી ગણતરી મુજબ ૪૧૧માંથી ૯૨ સિંહ મૃત્યુ પામ્યા
- કુલ સિંહ પૈકી ૯૭ નર, ૧૬૨ માદા તથા ૧પ૨ બચ્ચાં છે
- હવે ફરીવાર વસ્તી ગણતરી ૨૦૧પમાં થશે


ગુજરાતમાં ગીરના જંગલ સિવાય ૧૧૪ સિંહો બહાર ફરી રહ્યાં છે. ૨૦૧૦ દરમિયાન થયેલી ગણતરી મુજબ રાજયમાં ૪૧૧ સિંહો છે. તેમાંથી ૯૭ નર, ૧૬૨ માદાં તથા ૧પ૨ બચ્ચાં છે. આ સિંહો પૈકી ૯૨ના શિકારી, અકસ્માત કે પછી કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે. ગીર અભયારણ્ય તથા રાષ્ટ્રિય ઉદ્યાન સિવાય ગીરનાર અભયારણ્ય, ઉના, કોડીનાર, સૂત્રાપાડા તાલુકાનો દરિયાકાંઠા વિસ્તાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લીલીયા, રાજુલા, જાફરાબાદ તથા ભાવનગર જિલ્લાના મહુવા અને પાલીતાણા તાલુકામાં જોવા મળે છે. હવે ફરીવાર સિંહોની ગણતરી ૨૦૧પમાં કરવામાં આવનાર હોવાની જાહેરાત સરકાર દ્રારા કરાઇ છે.

ગુજરાતમાં છેલ્લે ૨૦૧૦માં સિંહની વસ્તી ગણતરી મુજબ અંદાજે ૪૧૧ હતી. આ સિંહોની બિમારી માટે સાસણ(ગીર) જસાધાર, જેસર તથા સક્કરબાગ ઝૂ ખાતે સારવાર સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

વાંકાનેરમાં સિંહોના સંવર્ધન માટેની વ્યવસ્થા

વાંકાનેર વિસ્તારના રામપરા અભયારણ્યમાં સિંહોના સંવર્ધન માટે જીનપુલ તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લાં બે વર્ષમાં પાંચ નર સિંહ તથા ચાર માદા સિંહો ઉમેરીને હાલ પાંચ નર, ચાર માદા અને પાંચ બચ્ચાંને રાખવામાં આવ્યા છે. તેમના માટે મુખ્ય માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવી છે.

કયાં વર્ષમાં કેટલાં મૃત્યુ પામ્યાં ?

સૌરાષ્ટ્રના ગીર અને અન્ય વિસ્તારમાં છેલ્લાં બે વર્ષમાં કુલ ૯૨ સિંહોના મૃત્યુ નિપજયાં છે. ૨૦૧૧-૧૨માં ૧૧ નર, ૧૭ માદા, ૧૮ બચ્ચાં સહિ‌ત કુલ ૪૬ના મૃત્યુ નિપજયાં છે. તે જ રીતે સને ૨૦૧૨-૧૩માં પણ ૯ નર, ૧૨ માદાં તથા ૨પ બચ્ચાં મળીને કુલ ૪૬ જણાં મૃત્યુ પામ્યાં છે. આ સિંહોમાંથી ૮૩ કુદરતી રીતે મૃ્ત્યુ પામ્યાં છે. તો ૯ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતા.

સિંહનાં સંવર્ધન માટે ૧૯૪.૯૪ લાખનો ખર્ચ

વાંકાનેર વિસ્તારના રામપરા અભ્યારણ્ય વિસ્તારમાં સિંહોના સંવર્ધન માટે બનાવેલા જીનપુલમાં ૨૦૧૧-૧૨માં ૧૦૪.૧૩ લાખ તથા ૨૦૧૨-૧૩માં ૯૦.૮૧ લાખ મળીને કુલ ૧૯૪.૯૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

શિવરાત્રિમાં જ પ્રજાને પ્રવેશની છૂટ છે

બાબરીયા ચેકીંગનાકાથી અંદાજે ૬ કિ.મી.ના અંતરે ગીર અભ્યારણ્યમાં આવેલા પાતળેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થે જતાં શ્રધ્ધાળુઓને તથા મંદિરના પૂજારીને સરકારના ઠરાવ પ્રમાણે શ્રાવણ માસ દરમિયાન તેમ જ મહાશિવરાત્રિનો તહેવાર જે દિવસે આવતો હોય તે દિવસ તથા તેની પહેલા અને પછીના ત્રણ દિવસ મળીને કુલ સાત દિવસ માટે બારીયા ચેકીંગનાકા પરથી નિશૂલ્ક જવા દેવામાં આવે છે. આ વિસ્તાર વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ પ્રતિબંધિત વિસ્તારમાં આવેલો હોવાથી તેમ જ પાતળેશ્વર મહાદેવની જગ્યા બાબતે ગીર ફોરેસ્ટ સેટલમેન્ટ અહેવાલમાં કોઇ હક્ક આપ્યો નથી.

No comments:

Previous Posts