Saturday, December 01, 2012

Sick Lioness Found In Virpur village Of Dhari

01-12-2012
Sick Lioness Found In Virpur village Of Dhari
Divaya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-sick-lioness-found-in-virpur-gam-of-dhari-4095159-NOR.html?OF7=

વનવિભાગ દ્વારા સિંહણને પાંજરે પુરી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી
 
ધારી તાબાના દલખાણીયા રેંજમા વિરપુર ગામની સીમમાંથી આજે એક બિમાર સિંહણ જોવા મળતા વનવિભાગના સ્ટાફ દ્વારા આ સિંહણને પાંજરે પુરી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી.
 
ગીરપુર્વના દલખાણીયા રેંજના વિરપુર ગામની સીમમાં આજે વનવિભાગના આરએફઓ એ.વી.ઠાકર તેમજ નીલેશ વેગડાને ફેરણા દરમિયાન એક અઢીથી ત્રણ વર્ષની બિમાર સિંહણ જોવા મળતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી સિંહણને પાંજરે પુરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે દલખાણીયા વિરપુર સહિ‌તના ગામોમાં જંગલ વિસ્તારમાંથી અવારનવાર સિંહ દિપડા સહિ‌તના પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવે તે પણ જરૂરી છે.

No comments:

Previous Posts