Monday, December 10, 2012

Panther Killed Chilld In Sutrapada

10-12-2012
Panther Killed Chilld In Sutrapada
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-panthar-killed-chilld-in-sutrapada-4106305-NOR.html

દીપડાએ બાળકીને ફાડી ખાધી, પરિવાર હતપ્રભ

- કોડીનાર હોસ્પિટલ ખાતે બાળકીનાં મૃતદેહનું પીએમ કરાયું


સુત્રાપાડાનાં સોળાજની સીમમાં આજે બપોરનાં અરસામાં દીપડાએ બાળકીને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે. કોડીનાર હોસ્પિટલ ખાતે બાળકીનાં મૃતદેહનું પીએમ કરાયું હતું. માસુમ બાળકીનાં મોતથી પરિવાર હતપ્રભ બન્યો હતો.

સુત્રાપાડાનાં સોળાજ ગામની સીમમાં લખમણભાઇ મેરામભાઇ બળાઇની વાડી આવેલી છે. આ વાડીમાં આજે શ્રમિકો બાજરો વાઢવાનું કામ કરી રહયા હતાં. આ શ્રમિકોને ચા-પાણી આપવા લખમણભાઇનાં ઘરેથી ત્રણ છોકરીઓ બપોરનાં ત્રણ વાગ્યાની આસપાસ નીકળી વાડી તરફ જઇ રહી હતી ત્યારે નજીકનાં જ શેરડીનાં વાડમાં લપાઇને બેસેલા દીપડાએ પાછળ ચાલી આવતી અલ્પા લખમણભાઇ બળાઇ (ઉ.વ.પ) પર પાછળથી હુમલો કરી ડોકેથી પકડી લીધી હતી.

આ દ્રશ્ય અન્ય છોકરીઓ અને શ્રમિકોને નજરે પડતા રાડારાડી કરી મુકતા અલ્પાને શેરડીનાં વાડમાંજ નાખી દીપડો નાસી ગયો હતો. આ અંગે કોડીનારની ૧૦૮ને જાણ કરતા પાયલોટ ઉદય ઝણકાટ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયેલ અને અલ્પાને રાના વાળા હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કરી હતી. મૃતક બાળાનું પીએમ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ બનાવમાં કોડીનાર પોલીસ અને વન વિભાગનાં આરએફઓ પડસાળા, ફોરેસ્ટર અપારનાથીએ ધોરણસરની કાર્યવાહી કરી હતી. માસુમ પુત્રીનાં મોતથી બળાઇ પરિવાર આઘાતમાં હતપ્રભ બની ગયો હતો. વારંવાર બનતા આવા બનાવોથી વિસ્તારના લોકોમાં ડર ફેલાયો છે, તંત્ર દ્વારા પગલાંની માગ થઈ રહી છે.

- આ વિસ્તારમાં ૨૫ થી ૩૦ દીપડાઓ

સુત્રાપાડાનાં આ વિસ્તારમાં ૨૫ થી ૩૦ દીપડાઓ હોવાનું લોકો જણાવી રહ્યાં છે. માલઢોરનાં શિકાર તો સામાન્ય બન્યા છે. ખેડૂતો રાત્રીનાં ખેતરે જતા પણ ડરી રહયાં છે. દરમિયાન આ માનવભક્ષી દીપડાને પકડી પાડવા વન વિભાગે પાંજરૂ ગોઠવી કવાયત હાથ ધરી છે.

No comments:

Previous Posts