Tuesday, December 18, 2012

Lions Hunting In Liliya

18-12-2012
Lions Hunting In Liliya
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-liones-hunting-in-liliya-4116065-NOR.html

પાંચ સાવજોએ નિલગાય-બળદનું કર્યું મારણ

- આ વિસ્તારમાં પ્રથમ વખત સાવજો આવ્યા હોઇ લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો


લીલીયા તાલુકાના સાજણટિંબા ગામની સીમમાં આજે વહેલી સવારે પાંચ સાવજોએ એક રેઢીયાર બળદ અને એક નિલગાયનુ મારણ કરી મજિબાની માણી હતી. શેત્રુંજી નદીના કાંઠે વસતા આ સાવજોએ  પ્રથમ વખત આ વિસ્તારમાં મારણ કર્યું હોય સિંહ દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

લીલીયા પંથકના ક્રાંકચમાં બાવળની કાટના જંગલ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અને આસપાસના ગામોમાં પશુઓનુ મારણ કરી મજિબાની માણે છે. હાલમાં શેત્રુંજી નદીની આજુબાજુ પાણી મળતુ ન હોય પાણીની શોધમાં સાવજો નવા વિસ્તારમાં આંટાફેરા શરૂ કર્યા છે.

ત્યારે સાજણટિંબા ગામની સીમમાં વહેલી સવારે પાંચ સાવજો આવી ચડયા હતા. અને એક રેઢીયાર બળદનો શિકાર કર્યો હતો. આ ઉપરાંત એક નિલગાયનું પણ મારણ કર્યું હતુ. આ વિસ્તારમાં પ્રથમ વખત સાવજો આવી ચડતા અને મારણ કરતા સિંહ દર્શન કરવા માટે અહી લોકો દોડી આવ્યા હતા.

No comments:

Previous Posts