31-12-2012
Leopard killed child in Talala
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-panther-killed-child-in-talala-4131614-NOR.html
બાળકીને ફાડી ખાતો દીપડો : માથાનો ભાગ ખાઇ ગયો
- મધરાતના ઝૂંપડામાંથી ઉઠાવી ગયો : શેરડીના વાડમાંથી મૃતદેહ મળી આવ્યો
તાલાલાના ભોજદે ગામની સીમમાં મહારાષ્ટ્રીયન શ્રમિક પરિવારની બાળકીને દીપડાએ ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે. મધરાતના ઝૂંપડામાં ત્રાટકી દાદીની સોડમાં મીઠી નીંદર માણી રહેલ બાળાને માથાના ભાગેથી ઉઠાવી જઇ તેનું માથુ ફાડી ખાધુ હતું. આજે પરોઢીયે બાળાનો મૃતદેહ નજીકના શેરડીના વાડમાંથી મળી આવ્યો હતો.
આ અંગેની પ્રાપ્તવિગતો મુજબ મહારાષ્ટ્રના નંદુરબાર ગામમાં વસતા સો થી વધુ શ્રમિક પરિવારો તાલાલાના ભોજદે ગામે જીતુભાઇ આહિરની વાડીમાં ગોળના રાબડા ચાલતા હોય શેરડી કટાઇના કામ માટે આવેલ હોય આ લોકો પાદરમાં રેવન્યુની પડતર જમીનમાં ઝૂંપડા બાંધીને નિવાસ કરી રહ્યા છે. એક બંધ ઝૂંપડામાં શ્રમિક બાલુભાઇની આઠ વર્ષની પુત્રી શર્મીલા તેની દાદી સાથે નિંદ્રાધીન અવસ્થામાં હતી ત્યારે મધરાતના ત્રણ વાગ્યાની આસપાસ જંગલ વિસ્તારમાંથી એક કદાવર દીપડાએ આવી ચઢી ઝૂંપડામાં પ્રવેશી બાળાને માથાના ભાગેથી ઉપાડી લઇ ગયો હતો.
દીપડો બાળાને લઇ જતો હતો ત્યારે તેની દાદીમા જાગી ગયેલ અને બુમાબુમ કરી મુકતા અન્ય શ્રમિક પરિવારના સભ્યો પણ જાગી ગયેલ પરંતુ આ સમયગાળામાં દીપડો બાળાને લઇ પલાયન બની ગયો હતો. આ બનાવની જાણ વન વિભાગને કરાતા સાસણ રેન્જના આરએફઓ ટીલારા, સેન્ચુરી રેન્જના આરએફઓ બાબુભાઇ શેવરા સ્ટાફ સાથે તાત્કાલિક દોડી જઇ દીપડાના ફુટમાર્ક પરથી સગડ મેળવી તપાસ કરતા આશરે ૩૦૦ મીટર દૂર શેરડીના વાડમાંથી માથુ ખવાઇ ગયેલી સ્થિતીમાં બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો.
તાલાલા પંથકમાં દીપડાએ વધુ એક માસૂમ બાળાને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે. દરમિયાન દીપડાના વધતા હુમલાના બનાવના પગલે લોકોમાં ભયનું મોજુ ફરી વળ્યું છે.
- ભોજદેમાં સૌથી વધુ દીપડાનો વસવાટ
જંગલના સીમાડે આવેલા ભોજદે ગામની સીમમાં સૌથી વધુ દીપડાનો વસવાટ જોવા મળી રહ્યો છે. દોઢ વર્ષ પહેલા પણ દીપડાએ એક બાળકને ફાડી ખાધો હતો. આ માનવભક્ષી દીપડાને કેદ કરવા સાસણથી ટ્રેકર્સ ટીમને બોલાવી ચાર સ્થળોએ મારણ સાથે ચાર પાંજરા ગોઠવી વન વિભાગે કવાયત હાથ ધરી છે.
- દીપડા માટે માનવ શિકાર હવે સહજ : ડીએફઓ
ભોજદેમાં દીપડાએ બાળાને ફાડી ખાધાના બનાવના પગલે ગીર પશ્ચિમના ડીએફઓ ડૉ.રમેશકુમાર પણ સ્થળ પર દોડી ગયા હતા. તેઓના જણાવ્યા અનુસાર અગાઉ રાત્રિના સમયે અંધારામાં વન્ય પ્રાણીઓ હૂમલો કરતા પરંતુ આ બનાવામાં લાઇટિંગ હોવાથી રાત્રિના અંજવાળુ હોવા છતાં દીપડાએ બાળાનો શિકાર કર્યો હોય દીપડા માટે માનવ શિકાર સહજ બની ગયો હોય એવું જણાય છે.