Friday, August 29, 2014

વેરાવળનાં ડારીમાં ૨પ ફૂટ ઉંડા કૂવામાંથી સિંહબાળને બચાવાયું

24-08-2014
વેરાવળનાં ડારીમાં ૨પ ફૂટ ઉંડા કૂવામાંથી સિંહબાળને બચાવાયું
Divyabhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-lion-baby-save-in-well-veraval-latest-news-4722268-PHO.html

(ડારીમાં 25 ફૂટ ઉંડા કૂવામાં બચાવાયેલું સિંહબાળ)
 
- વેરાવળનાં ડારીમાં ૨પ ફૂટ ઉંડા કૂવામાંથી સિંહબાળને બચાવાયું
- વન વિભાગનું રેસ્કયુ ઓપરેશન
- આજે માતા સાથે મિલન કરાવવામાં આવશે

વેરાવળ: વેરાવળ નજીકનાં ડારી ગામની સીમમાં એક વાડીનાં ૨પ ફૂટ ઉંડા કુવામાં બે માસનું સિંહબાળ પડી જતાં આજે વન વિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બચાવી લીધું હતું અને આવતીકાલે તેની માતા સાથે મિલન કરાવશે. વેરાવળ નજીક ડારી ગામની સીમમાં આવેલી વાડીમાં આજે સવારે નવ વાગ્યે વલીભાઇ નુરમહંમદ ભરડેરા ગયેલ ત્યારે કુવામાં વન્યપ્રાણી પડી ગયું હોવાનું ધ્યાને આવતા વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર એચ.આર.રતનપરા, સમેજા સહિ‌તના સ્ટાફે સ્થળ પર દોડી જઇ તપાસ કરતાં સિંહબાળ હોવાનું જણાતા રેસ્કયુ કરી તેને સલામત બહાર કાઢી લકડધાર એનીમલ હોસ્પિટલમાં ખસેડયુંહતું.

જયાં વેટરનરી ડો.અપારનાથીએ ચકાસણી કરતાં તેને કોઇ ઇજા ન હોવાનું જાણવા મળ્યું હતું. આ સિંહબાળને આજે હોસ્પિટલમાં સ્ટાફની દેખરેખ હેઠળ રાખ્યા બાદ આવતીકાલે તેની માતા સાથે મિલન કરાવવામાં આવશે. તેની માતા સિંહણનું લોકેશન નવાપરા - ડારી બીટ વિસ્તારમાં મળી ગયું છે એમ વેરાવળ રેન્જનાં આરએફઓ ડોડીયાએ જણાવ્યું હતું.


No comments:

Previous Posts