Wednesday, January 23, 2013

Hunter hunted! Leopard falls in well while on hunting prowl

22-01-2013
Hunter hunted! Leopard falls in well while on hunting prowl
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-263843-NOR.html

શિકારી ખુદ શિકાર થઇ ગયો, શિકાર કરવા જતાં દિપડો કુવામાં પડ્યો

- વનવિભાગે દીપડાને બચાવી લીધો


અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નેસડી ગામની સીમમાં આજે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલા એક દીપડો અચાનક કુવામાં ખાબકયો હતો. સવારે વાડી માલિકને જાણ થતા તેણે વનવિભાગને જાણ કરી હતી. જેને કારણે વનવિભાગે આ દીપડાને મહામહેનતે કુવામાંથી બહાર કાઢી જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડયો છે.

આ ઘટના આજે વહેલી સવારે ખાંભા તાલુકાના નેસડી ગામની સીમમાં મગનભાઇ પટેલ નામના ખેડુતની વાડીમાં બની હતી. મગનભાઇની વાડીમાં એક અવાવરૂ કુવો આવેલો છે. જો કે આ કુવામા પાણી નથી. આજે વહેલી સવારે એક દીપડો શિકારની શોધમાં નીકળ્યો હતો. શિકાર પાછળ દોડતી વખતે આ દીપડો કુવામાં પડી ગયો હોવાનુ મનાય છે.  સવારે વાડી માલિક મગનભાઇ પટેલ જ્યારે વાડીએ આવ્યા ત્યારે દપિડો કુવામા હોવાની જાણ થઇ હતી. જેને પગલે તેણે વનવિભાગને જાણ કરી હતી.

ખાંભાના આરએફઓ એન.બી.પરડવા, ફોરેસ્ટર જે.બી.ભટ્ટી વગેરે સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. વનવિભાગે ભારે જહેમતના અંતે આ દીપડાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુર્યો હતો. અને બાદમાં તેને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ છે.

No comments:

Previous Posts