Wednesday, September 12, 2012

55 lion birth in Junagadh last five years

12-09-2012
55 lion birth in Junagadh last five years
Divya Bhaskar By Arjun Dangar
http://www.divyabhaskar.co.in/article/SAU-55-lion-birth-in-junagadh-3772627.html?OF13=

જંગલનાં રાજાનું જન્મ સ્થાન: પ વર્ષમાં પપ સિંહબાળનાં પારણા બંધાયા 

- જૂનાગઢ સકકરબાગ ઝૂ પણ બની રહ્યું છે જંગલનાં રાજાનું જન્મ સ્થાન


આમતો, ગીરજંગલ વનરાજોનું રહેઠાણ ગણાય છે જોકે, જૂનાગઢ સકકરબાગમાં ચાલતા બ્રિડીંગ પ્રોગ્રામને મળેલી સફળતાને પગલે ઝુ પણ જંગલના રાજાનું જન્મ સ્થળ બની રહયું છે. અંહી સાડાચાર વર્ષોમાં ૫૩ સિંહબાળના પારણા બંધાયા છે. આ અંગે ઝુ સુપ્રિટેન્ડેન્ટ વી.જે. રાણાએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૮માં અહી બ્રિડીંગ પ્રોગ્રામ શરૂ થયો ત્યારથી ચાલુ વર્ષના જુલાઇ માસ સુધીમાં પપ સાવજોનો જન્મ થયો છે. હાલ અહીં એક્સ સીટુ કન્ઝવેશન થઇ રહયું છે. કુદરતી વાતાવરણમાં પાંજરા બનાવવામાં આવ્યા છે. કૃત્રિમ ઉછેર, ખોરાક કેવી રીતે અને કેટલો આપવો તેના ચોકકસ ધોરણો નકકી કરેલા છે.

- પાંજરામાં સી.સી.ટી.વી. કેમેરા

વી.જે. રાણાએ જણાવ્યું હતું કે, જે માદા જન્મ બાદ તેની માતા સાથે ન રહી હોય અને તે જ્યારે માતા બને ત્યારે તે બચ્ચની યોગ્ય કાળજી લઇ શકતી નથી. જેથી ઘણીવખત બચ્ચા મૃત્યુ પામતા હોય છે. આવુ ન બને તે માટે અમે આવી સિંહણના પાંજરામાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જેથી તેની તમામ ગતીવીધી જાણી શકાય અને જરૂર જણાય તો બચ્ચાને સિંહણની અલગ કરી અન્ય સિંહણ બચ્ચાને કેવી રીતે સાચવે છે તે બતાવી શકાય

- સિંહણે કાળજીન લેતા અમુક બચ્ચાનાં મોત

જૂનાગઢ ઝુમાં ૨૦૦ ૮થી જૂલાઇ ૨૦૧૨ સુધીમાં કુલ પપ સાવજોનો જન્મ થયો છે. જે પૈકી હાલ ૪૩ હયાત છે જ્યારે જે સિંહબાળના મોત થયા છે તેની પાછળ મુખ્યત્વે સિંહણ બચ્ચાની કાળજી ન લીધાના કારણે હોવાનું ઝુ સુપ્રિ. વી.જે. રાણાએ જણાવ્યું હતું.

No comments:

Previous Posts