Saturday, July 07, 2012

Sasan rescue center to be modernised with latest facilities and equipments for treatment of Gir lions and other wild animals


07-07-2012
Sasan rescue center to be modernised with latest facilities and equipments for treatment of Gir lions and other wild animals
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-special-tritment-for-lion-at-geer-3489383.html

હવે ગિરના સાવજો-દીપડાને મળશે આધુનિક ટ્રીટમેન્ટ

- સાસણમાં બનશે વન્ય પ્રાણીઓ માટેની અત્યાધુનિક હોસ્પિટલ

- સોનોગ્રાફી મશીન, એક્સ-રે, લોહી પરીક્ષણ લેબોરેટરી, પલ્સરેટ મશીન, પીએમ રૂમ, ઓપરેશન થિયેટર, સહિતની વ્યવસ્થા કરાશે

સાસણ એટલે જાણે કે ગિર જંગલનું પાટનગર, વનવિભાગનું પણ આ મોટું મથક છે. સમગ્ર ગિર પંથકમાં કોઇપણ વન્યપ્રાણીને ઇજા કે, કુવામાં પડી ગયા હોય કે પછી તે બિમાર હોય તો તેને સાસણ લાવવામાં આવે છે. અહી લવાતા વન્ય પ્રાણીઓને સારવાર માટેની અત્યાધુનિક સુવિધા મળી રહે તે માટે એક હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે. ટુંક સમયમાંજ આ હોસ્પિટલ કાર્યરત થઇ જશે.

આ અંગેની વીગતો આપતાં ડીએફઓ સંદપિકુમારે જણાવ્યું હતું કે, સાસણ ખાતે સિંહ-દીપડા જેવા વન્ય પ્રાણીઓ માટેની એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે. આ માટે અહીં સોનોગ્રાફી મશીન, એક્સ-રે, લોહીનાં પરિક્ષણ માટેની લેબોરેટરી, ધબકારા માપવા માટેનું પલ્સરેટ મશીન, પી.એમ. રૂમ, ઓપરેશન થિયેટર, સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. હાલ જૂનાગઢનાં સક્કર બાગ ઝૂ ખાતે જે રીતે દીપડાને રાખવા માટેનાં પાંજરાં બનાવાયાં છે. એવા જ પાંજરાં અહીંનાં 'પેશન્ટો' માટે બનાવાશે.

હાલ ગિરનાં પ્રાણીઓ માટે ચાર સ્થળે સારવાર કેન્દ્રો આવેલાં છે. જેમાં જૂનાગઢનાં સક્કરબાગ, સાસણ, જશાધાર અને મહુવાનો સમાવેશ થાય છે. ગત વર્ષે વનવિભાગે ૧૯૫ દપિડા પકડ્યા હતા. અને ૩૦૦ થી વધુ રેસ્કયુ ઓપરેશનો કરી વન્ય પ્રાણીઓને વિવિધ પ્રકારની સારવાર અપાઇ હતી. ૩ વર્ષ પહેલાં સાસણ ખાતે ફ્કત પાંચ ટ્રેકરો હતા. જેની સંખ્યા હવે ૪૦ સુધી પહોંચી છે. ૧૨ રેસ્કયુવાન છે. સાસણની હોસ્પિટલમાં ૨૪ કલાક વેટરનરી તબીબ હાજર રહેશે. તાજેરતરમાં જ અહીં કાર્યરત એનિમલ કેર સેન્ટરમાં સ્ટાફને ડીએફઓ સંદપિકુમારનાં માર્ગદર્શન હેઠળ ટ્રેનીંગ અપાઇ હતી. આ સાથે વનવિભાગનાં કર્મચારીઓને ચોમાસામાં રેઇનકોટ, રેઇનશુઝ, બેટરી, સહિતનાં સાધનો અપાયા છે.

ડીએફઓ સંદપિકુમારે વધુમાં ઉમેયઁુ હતું કે, હાલ ચોમાસું હોઇ વન્યપ્રાણીઓ બિમાર પડવાનાં બનાવો વધુ રહે છે. ખાસ કરીને સિંહો વધુ બિમાર પડતા હોઇ આ હોસ્પિટલ વધુ ઉપયોગી નીવડશે. ટુંકમાં, વન્યપ્રાણીઓની તબિયત કેવી છે તેનો સંપૂર્ણ રીપોર્ટ અહીં નીકળી શકશે.

No comments:

Previous Posts