10-11-2012
Six Lions Hunting Three Animals In Dhagla Border
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-six-lions-hunting-three-animals-in-dhagla-border-4029704-NOR.html?OF5=
લીલીયા: છ સાવજોએ ઢાંગલાની સીમમાં ત્રણ પશુનું કર્યું મારણ
ક્રાંકચ પંથકના સાવજો નવાનવા વિસ્તારો સર કરે છે
લીલીયા તથા સાવરકુંડલા પંથકમાં વસતા સાવજો નવાનવા વિસ્તારો સર કરી રહ્યાં છે. ક્રાંકચ પંથકમાં વસતા સાવજો હવે છેક ઢાંગલા અને હાથીગઢની સીમમાં પણ પહોંચી ગયા છે. આજે છ સાવજોએ એક ગાય તથા બે વાછરડીનુ ઢાંગલાની સીમમાં મારણ કર્યુ હતુ.
લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજો પોતાની ટેરેટરી લંબાવતા જ જાય છે. લીલીયા ઉપરાંત સાવરકુંડલા અને અમરેલી તાલુકામાં તેની ટેરેટરી ફેલાઇ રહી છે. આ સાવજો પૈકી છ સાવજો આજે પ્રથમ વખત છેક ઢાંગલા અને હાથીગઢની સીમ સુધી પહોંચી ગયા હતા.
આજે સાંજે આ છ સાવજોએ ઢાંગલા અને હાથીગઢ વચ્ચે એક ગાય તથા બે વાછરડીનુ મારણ કર્યુ હતુ. આ વિસ્તારમાં પ્રથમ વખત સાવજો આવી ચડતા ગામલોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. કારણ કે હાલમાં ખેતીની સિઝન ચાલી રહી છે.

No comments:
Post a Comment