Wednesday, November 07, 2012

Lion Hunting Of Cow In Bagasra

07-11-2012
Lion Hunting Of Cow In Bagasra
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-hunting-of-cow-in-bagasra-4017259.html

સિંહે કર્યું ગાયનું મારણ, આંટફેરાથી લોકોમાં ભય

- આ વિસ્તારમાં આઠેક સિંહોના આંટાફેરાથી લોકોમાં ભય


બગસરા પંથકમાં પણ હવે જંગલમાંથી સિંહ દિપડાઓએ વસવાટ કરતા લોકોમાં ભય ફેલાયો છે. અહીના શિલાણા ગામ નજીક આવેલા ખીજડીયામાં ગઇકાલે રાત્રે એક વાડીમાં સિંહ દ્વારા એક ગાયનું મારણ કરવામાં આવતા વાડી ખેતરોની આસપાસ ખેડુતોમાં ભય ફેલાયો હતો. થોડા સમયથી અહીના વિસ્તારોમાં આઠ સિંહો આંટાફેરા મારતા હોવાનુ જાણવા મળેલ છે.

ગીરના સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં પણ વસવાટ કરતા લોકો ફફડી ઉઠયા છે. બગસરાના માણેકવાડા અને મોટા મુંજીયાસરની સીમમાંથી પણ એક દપિડો પાંજરે પુરાયો હતો. ત્યારે ગઇકાલે રાત્રીના ખીજડીયા ગામના શિવભાઇ વાળાની વાડીમાં બાંધેલી એક ગાયનો સિંહે શિકાર કરી મજિબાની માણી હતી.

સિંહે વાડીમાં ગાયનું મારણ કરતા શિવભાઇએ વનવિભાગને જાણ કરતા વનવિભાગના કર્મચારી રાકચીયાભાઇ અહી દોડી આવ્યા હતા. અને જરૂરી કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમયથી આ વિસ્તારમાં આઠેક સિંહો આંટાફેરા મારતા હોવાનુ કહેવાય રહ્યું છે. જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે. આઠેક જેટલા સિંહો આંટાફેરા મારતા હોય રાત્રીના ખેડુતોને વાડી ખેતરોમા જતા
ભય લાગે છે.

No comments:

Previous Posts