Saturday, November 24, 2012

Dead Lion Found near Talala

24-11-2012
Dead Lion Found near Talala
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-dead-lion-found-in-yalalas-hiran2-dam-4076209-NOR.html?seq=1

તાલાલામાંથી સિંહણનો મળ્યો મૃતદેહ, તમામ '૧૮ નખ' સલામત

- તાલાલાનાં ઉમરેઠી (ગીર) ગામે જંગલમાં આવેલા ડેમમાંથી મૃતદેહ મળ્યો

 
ચાલુ વર્ષે અપૂરતા વરસાદથી ગીરનાં જંગલ અને ગ્રામ્ય પંથકમાં ભરાતા કુદરતી પાણીનાં સ્ત્રોત ભરાયા ન હોય છુટા વિચરતા વન્યપ્રાણીઓ અને દુધાળા માલઢોર પાણી માટે આમથી તેમ ભટકતા હોય પાણીની તરસ છીપાવવા પાણીની શોધમાં નીકળેલી એક સિંહણ તાલાળાનાં ઉમરેઠી ગામે સ્થિત હીરણ-૨ જળાશયનાં પાણી સુધી પાણી પીવા પહોંચી અને અકસ્માતે ડેમનાં પાણીમાં ડુબી જવાથી સિંહણનું મોત થયેલ. પાણીમાં રહેલ સિંહણનો મૃતદેહ આજે સવારે ડેમનાં કાંઠે જોવા મળતા સિંચાઇ વિભાગ-પોલીસ અને વનવિભાગનો કાફલો રેસ્ક્યુ ટીમ સાથે હીરણ-૨ ડેમનાં પટ્ટમાં દોડી ગયો હતો.
 
હિ‌રણ-૨ ડેમનાં પાણીમાં સિંહણનો મૃતદેહ તરતો હોવાનું આજે સિંચાઇ વિભાગનાં રોજમદાર વિનુભાઇ બાલુભાઇ જગડા ડેમનાં પાળા ઉપરથી પસાર થતા જોવા મળતાં અધિકારીઓ નાંઢા(વેરાવળ) પરમારભાઇ (જૂનાગઢ)ને જાણ કરતા અધિકારીઓએ વનવિભાગને જાણ કરતાં તાલાલા રેન્જનાં આર.એફ.ઓ. એ.ડી.બ્લોચ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ અને સિંહણનાં મોતની પ્રાથમિક તપાસ કરી ગીર પ‌શ્ચિ‌મનાં ડી.એફ.ઓ. ડો.રમેશકુમારને જાણ કરતા ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી આવેલા.
 
સાસણથી રેસ્ક્યુ ટીમને બોલાવી પાણીમાં તરતા સિંહણનાં મૃતદેહને દોરડાથી બાંધી બહાર કાઢેલ અને પીએમ કરેલ સિંહણનું મોત બે દિવસ પૂર્વે ડૂબી જવાથી થયુ હોવાનું પ્રાથમિક અનુમાન થયેલ. સિંહણનાં મૃતદેહ ઉપર આંતરિક કે બાહ્ય કોઇ પણ પ્રકારની ઇજા જોવા મળેલ નહી અને સિંહણની ઉંમર અંદાજે પાંચથી સાત વર્ષ હોવાનું વનવિભાગે જણાવેલ હતું. સિંહણનાં મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહમાંથી વિસેરા લઇ ફોરેન્સીક લેબ જૂનાગઢ મોકલવામાં આવેલ અને સિંહણનાં મૃતદેહનો અંતિમ સંસ્કાર સાસણ ડીવીઝન ઓફીસનાં પાછળનાં ભાગે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતો.
 
વન્યપ્રાણીઓનાં અકસ્માતે થતા મોત અટકાવવા વનવિભાગ સજાગતા દાખવી રહ્યું છે. ત્યારે સિંહણ ડેમનાં પાણી સુધી કેવી રીતે પહોંચી ? અને પાણી પીવા સિંહણ ગઇ હોય તો ડુબી ગઇ તેની પાછળ ક્યો અકસ્માત જવાબદાર છે ? આ દિશામાં વનવિભાગનાં અધિકારીઓ વિશેષ તપાસ કરી રહ્યા છે.
 
- સિંહણનાં તમામ '૧૮ નખ' સલામત
 
સિંહણનું મોત શિકાર કરવાથી થયુ નથી. સિંહણનાં મૃતદેહમાંથી ચાર પંજાનાં ૧૮ નખ પુરેપુરા જોવા મળેલ અને ડીએફઓ ડો.સંદિપકુમાર, એસીએફ કંડોરીયા, આર.એફ.ઓ. સેવરા, આર.એફ.ઓ.બ્લોચની ઉપસ્થિતમાં સિંહણનાં મૃતદેહને નખ સાથે જ અંતિમ સંસ્કાર કરવામાં આવેલ હતાં.

No comments:

Previous Posts