11-11-2012
Increase Quota Of Visit Permit In Sasan Geer
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-increase-covota-of-visit-parmit-in-sasangeer-4034901.html?OF4=
સિંહ દર્શન કરવા જંગલમાં જવાની પરમીટોના કવોટામાં કરાયો વધારો
- ૯૦ ને બદલે રોજની ૧૫૦ પરમીટ ઇસ્યુ થશે
ગીરનાં જંગલમાં વહિરતા સાવજોને જોવા સાસણગીર આવનારા પ્રવાસીઓની સંખ્યામાં દિવાળીનાં મીનીવેકેશનમાં ભારે વધારો થવાની સંભાવના હોઇ ગીર સેન્ચુરી અભ્યારણ્યમાં સિંહ દર્શન કરવા જવાની વનવિભાગ દ્વારા અપાતી રેગ્યુલર ૯૦ પરમીટોમાં ૬૦ નો વધારો કરી આજથી ૧૫૦ પરમીટો અપાતાં પ્રવાસીઓને રાહત થશે.
સાસણગીર વન્યપ્રાણી વિભાગનાં ડીએફઓ ડૉ.સંદીપકુમારે દિવાળીનાં તહેવારોને ધ્યાને લઇ ફેસ્ટીવલ દિવસો માટે ૬૦ પરમીટો વધારી ૧૫૦ પરમીટો પ્રવાસીઓને અપાશે તેમ જણાવ્યું છે. પાછલાં વર્ષોમાં સાસણગીર દેશ-વિદેશનાં પ્રવાસીઓનું મનપસંદ પર્યટન સ્થળ બની ચૂક્યું હોઇ, તહેવારો દરમ્યાન ટુરીસ્ટોનો ભારે ધસારો રહે છે. સાસણ(ગીર) ઉપરાંત આસપાસનાં ભાલછેલ, હરીપુર, ચીત્રોડ, ભોજદે સહીતનાં ગામોમાં આવેલી હોટલો, રીસોર્ટ, ફાર્મ ફાઉસો અઠવાડીયા સુધી હાઉસફૂલ થઇ ગયા છે.
- વનવિભાગે કર્મચારીઓની રજા રદ કરી
દિવાળી તહેવારોમાં પ્રવાસીઓનાં થનારા ટ્રાફીકને ધ્યાને લઇ સાસણગીર વન્યપ્રાણી વિભાગ દ્વારા 'કી પોસ્ટ' ઉપરાંત અન્ય વર્ગનાં કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. ટ્રાફીકનું નિયમન થાય જંગલમાં પ્રવાસીઓને મુશ્કેલી ન પડે અને પ્રવાસીઓ દ્વારા વન્યસૃષ્ટિને ખલેલ ન પડે તેની તકેદારીસાથે વ્યવસ્થા જાળવવા કર્મચારીઓની રજા રદ કરાઇ હોવાનું ડીએફઓ ડૉ.સંદીપકુમારે જણાવ્યું છે.

No comments:
Post a Comment