12-02-2013
Pride of 11 lions kill Blue-bull at Nageshri village
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-lions-hunting-in-nagesri-4178270-NOR.html?OF8=
નાગેશ્રીમાં ૧૧ સાવજોનાં ટોળાંએ નીલગાયનું કર્યું મારણ
- પાછલા દસેક દિવસથી સાવજોના ટોળાએ ધામા નાખતા લોકોમાં ફફડાટ
જાફરાબાદ તાબાના નાગેશ્રી ગામે પાછલા ઘણા સમયથી ૧૧ સાવજોના ટોળાએ ધામા નાખ્યા હોય લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે ગત મોડીરાત્રીના આ સાવજોના ટોળાએ એક વાડીમાં નીલગાયનુ મારણ કર્યું હતુ. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી છે. ગીર જંગલ વિસ્તારમાંથી હવે વન્યપ્રાણીઓ દરિયાકાંઠાના ગામોમાં આંટાફેરા મારતા નજરે ચડી રહ્યાં છે.
નાગેશ્રી ગામે દસેક દિવસથી ૧૧ સાવજોનુ ટોળુ ગામડાઓમાં આંટાફેરા મારતુ હોય લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આ સાવજોના ટોળાએ ગત મોડીરાત્રીના પહુભાઇ વરૂની વાડીમાં એક નિલગાયનો શિકાર કરી મજિબાની માણી હતી. આ અંગે માજી સરપંચ અજયભાઇ વરૂ તેમજ મુન્નાભાઇ વરૂએ વનવિભાગને જાણ કરી હતી.
અગાઉ વન્યપ્રાણીઓ દ્વારા માણસ પરના હુમલાની ઘટનાઓ અહી બની હતી. ત્યારે આ સાવજોનુ ટોળુ અહી આંટાફેરા મારતુ હોય ખેડુતો રાત્રીના વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે. ત્યારે આ અંગે વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

No comments:
Post a Comment