Saturday, February 23, 2013

Leopard picked up child from his mother’s lap

23-02-2013
Leopard picked up child from his mother's lap
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-leopad-hunt-of-child-in-talala-4188727-NOR.html

માતાના ખોળામાંથી માસૂમ બાળકને દીપડો ઊઠાવી ગયો, ખોપડી મળતાં હાહાકાર
- તાલાલાના ચિત્રોડ (ગીર) ગામના માસૂમની ખોપડી મળતાં હાહાકાર : ત્રણ મહિનામાં માનવ શિકારની ચોથી ઘટના : પરપ્રાંતીય શ્રમિકો ભયભીત

તાલાલાનાં ચિત્રોડ(ગીર) ગામની સીમમાં મધરાત્રે એક ઝુંપડામાં દીપડાએ ઘુસી જઇ માતાને પંજો મારી બાળકને ઉઠાવી ગયો હતો. આજે સવારે બાળકની ખોપડી મળી આવતાં અને ત્રણ મહિનામાં માનવ શિકારની ચોથી ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ તાલાલા પંથકમાં વનવિભાગની સાસણ રેન્જ હેઠળનાં ચિત્રોડ(ગીર) ગામે જેન્તીભાઇ દલસાણીયાનાં શેરડીનાં  વાડની કટાઇ માટે મહારાષ્ટ્રથી આવેલો શ્રમિક પરિવાર ભાવસિંગભાઇ ઠાકોર, તેમની પત્ની વાસુબેન, બે પુત્રી અને એક પુત્ર ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં મીઠી નિંદર માણી રહયાં હતાં.  

ત્યારે મધરાતનાં બે વાગ્યાનાં સુમારે દીપડાએ આવી ચઢી ઝુંપડામાં ઘુસી જઇ માતા વાસુબેનનાં પડખામાં સુતેલા રવીન  (ઉ.વ.૬)ને  ગળાથી  દબોચી ઉપાડી  લેતા તેની ચીસ સાંભળી બાજુમાં સુતેલ માતા વાસુબેન  જાગી ગયેલ અને દીપડાનાં મોઢામાંથી પોતાના પુત્રને બચાવવાનો પ્રયત્ન કરતા દીપડાએ તેનાં હાથ ઉપર પંજાનાં નહોરની તરાપ મારી બાળકને ઉપાડી જઇ શેરડીનાં વાડમાં ભાગી છુટેલ.

આ બનાવ અંગે ચિત્રોડનાં સરપંચ બાવચંદભાઇ પરમારને જાણ કરાતા તેમણે સાસણ રેન્જ ઓફીસને વાકેફ કરતા ઇન્ચાર્જ આરએફઓ ડી.એન. પટેલ,  કલાર્ક ડાંગરભાઇ સહિતનો કાફલો વાડીએ પહોંચી ગયેલ અને દીપડાનાં પગલાનાં નિશાનથી પગેરૂ દબાવી બાળકની શોધખોળ કરતા શેરડીનાં વાડમાં ૧૫૦ મીટર અંદરથી બાળકની માત્ર ખોપડી હાથ લાગતા મજૂર પરિવારમાં કલ્પાંત છવાઇ ગયો હતો.

ઇજાગ્રસ્ત વાસુબેનને પ્રથમ તાલાલા અને ત્યાંથી જૂનાગઢ ખાતે સારવારમાં ખસેડાયા હતાં. આ આદમખોર દીપડાએ માસુમને ફાડી ખાધા બાદ માત્ર તેની ખોપડીજ રહેવા પામી હતી.  છેલ્લા ત્રણ મહિનામાં માનવ શિકારની આ ચોથી ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. દીપડાનાં આંતકથી ગીર જંગલ સમીપનાં ગામોનાં ખેડૂતો, ખેત મજૂરો અને લોકો ભારે ભયની લાગણી અનુભવી રહયાં છે.

- આદમખોરને પકડવા ચાર પાંજરા ગોઠવાયા

માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગે મારણ સાથે ચાર પાંજરા ચિત્રોડની સીમમાં ગોઠવ્યા છે. ગીર પંથકમાં ભોજદે - ગુંદરણ - સેમરવાવ બાદ ટૂંકા ગાળામાં દીપડા દ્વારા માનવ શિકારની આ ચોથી ઘટના છે. ગીર જંગલ સીમાડા નજીક આવેલા ગામડાઓનાં ખેતરો અને ખેત મજૂરો માટે દીપડા મોત બની ઘુમી રહયા હોય વનવિભાગ આ અંગે તાકિદે એકશન પ્લાન વિચારે એ જરૂરી છે.

No comments:

Previous Posts