18-02-2013
Leopard enters clay house and attacks woman at Surva
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-leopad-attak-on-woman-4183213-NOR.html
સુરવામાં ઝૂંપડામાં ઘૂસી દીપડો મહિલા પર ત્રાટક્યો
- આદમખોરને પકડવા વન તંત્રે પાંજરા મુક્યાં
તાલાલાનાં સુરવા ગામની સીમમાં એક ઝુંપડામાં ઘુસી જઇ દીપડાએ મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી દેતા તેને જૂનાગઢ ખાતે સારવારમાં ખસેડાઇ છે. આ આદમખોરને ઝડપી લેવા વન વિભાગે પાંજરા ગોઠવી કવાયત હાથ ધરી છે.
તાલુકાનાં સુરવા ગામની સીમમાં મનસુખભાઇ સીધ્ધપરાની વાડીમાં શેરડી કટાઇનું કામ ચાલુ હોય શ્રમિકો મજુરી કામ અર્થે આવેલ છે. ગત રાત્રિનાં વાડીમાં બાંધેલ ઝુંપડામાં પરપ્રાંતિય શ્રમિક દંપતી માનસીંગભાઇ અને તેની પત્ની વાસંતીબેન (ઉ.વ.૩૫) નિંદ્રાધીન અવસ્થામાં હતા ત્યારે શેરડીનાં વાડમાંથી એક દીપડાએ ધસી આવી ઝુંપડામાં ઘુસી જઇ વાસંતીબેનનાં ગળાનાં ભાગે પંજો મારી તિક્ષ્ણ દાંતથી મોઢાનો ભાગ ખાઇ જવાનો પ્રયત્ન કરેલ.
આ અચાનક હુમલાથી તેણે બુમાબુમ કરી મુકતા દીપડાએ હાથનાં ભાગે પણ દાંત બેસાડી દીધેલ જોકે તેના પતિએ હિંમતપૂર્વક દીપડાનો સામનો કરી લાકડી ફટકારતા નાસી ગયો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ વાસંતીબેનને પ્રથમ તાલાલા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયાં હતાં. આ બનાવની જાણ થતા તાલાલા વન વિભાગનાં રેન્જ ઓફિસર એ.ડી. બલોચ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયેલ અને આદમખોર દીપડાને પકડવા મારણ સાથે પાંજરા ગોઠવી કવાયત હાથ ધરી છે.

No comments:
Post a Comment