21-02-2013
Gir Lion kills a cow at Vavera village near Rajula
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-lion-hunting-cow-in-rajula-4186357-NOR.html
રાજુલાનાં વાવેરાની સીમમાં સિંહે કર્યું એક ગાયનું મારણ
- સિંહોને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ
ગીર જંગલમાંથી સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં પણ સિંહો આંટાફેરા મારી રહ્યાં છે. ત્યારે ગઇકાલે વાવેરા ગામની સીમમાં એક સિંહ દ્વારા ગાયનુ મારણ કરવામાં આવતા લોકોમાં ભય ફેલાયો હતો.
રાજુલા તાલુકાના વાવેરા ગામે ગઇકાલે રાત્રીના અશોકભાઇ સોજીત્રાના ખેતરમાં એક ડાલામથ્થો સાવજ ચડી આવ્યો હતો. અને એક ગાયનુ મારણ કર્યું હતુ. આ વિસ્તારમાં બે સાવજો આંટાફેરા મારતા હોવાનુ જાણવા મળેલ છે. આ વિસ્તારમાં સિંહોના આંટાફેરાથી ખેડુતો વાડી ખેતરોમાં જતા ડર અનુભવી રહ્યાં છે.
સિંહ દ્વારા ગાયનુ મારણ કરવામાં આવ્યું હોય આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હોવા છતા અહી વનકર્મચારીઓ ડોકાયા નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પાછલા કેટલાક સમયથી સિંહો આંટાફેરા મારતા હોય સિંહોને પાંજરે પુરવા માંગ ઉઠી છે.

No comments:
Post a Comment