Monday, February 11, 2013

Five cattle killed by Gir Lions at Liliya in Greater Gir Area

11-02-2013
Five cattle killed by Gir Lions at Liliya in Greater Gir Area
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-265216-NORTEST.html

લીલીયા પંથકમાં સાવજોનો તરખાટ, પાંચ પશુનાં કર્યા મારણ

- કાંક્રચ અને મોટા કણકોટ દેવળીયામાં સાવજોએ મીજબાની માણી


લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે ગઇકાલે રાત્રીના ચાર સાવજોએ એક ખુંટીયાનુ મારણ કર્યું હતુ. આ ઉપરાંત મોટા કણકોટ દેવળીયાના રસ્તા પર બે ગાયોનો શિકાર કરી મજિબાની માણી હતી. તેમજ અન્ય બે બકરાઓનુ મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વનવિભાગને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

લીલીયાના ક્રાંકચમાં બાવળની કાટના જંગલમાં મોટી સંખ્યામાં વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. ગઇકાલે રાત્રીના ક્રાંકચમાં ત્રણ સિંહ અને એક સિંહણે ખુટીયાનો શિકાર કરી મજિબાની માણી હતી. આ ઉપરાંત અન્ય એક મારણની ઘટનામાં મોટા કણકોટ નજીક દેવળીયા માર્ગ પર જીણાભાઇ નાથાભાઇ ચૌહાણની માલિકીની બે ગાયોનો સિંહ પરિવારે શિકાર કર્યો હતો.

આ ઉપરાંત ગોબરભાઇ આણંદભાઇની માલિકીના બે બકરાનું પણ સિંહ પરિવાર દ્વારા મારણ કરવામાં આવતા આ પંથકમાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. મારણના બનાવ અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટર બી.એન.રાઠોડ, અશોકભાઇ ખંખાલ, કે.જી.ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અહીના બાવળની કાટના જંગલમાં મોટી સંખ્યામાં વન્યપ્રાણીઓ વસવાટ કરતા હોય અવારનવાર અહીના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજો દુધાળા પશુઓનુ મારણ કરી મજિબાની માણે છે.

No comments:

Previous Posts