Saturday, February 23, 2013

Lion pride reaches Rajula city

23-02-2013
Lion pride reaches Rajula city
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-266046-NORTEST.html?seq=1&OF25

રાજુલા પહોંચ્યો સિંહ પરિવાર, દર્શન કરવા ઉમટ્યા લોકો
 

- ધાતરવડીના કાંઠે એક સિંહણ અને ચાર બચ્ચા આવી ચડતા લોકોના ટોળા ઉમટયા
અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતો સાવજો માટે પાતાના ઘરની કોઇ મર્યાદા નથી આ સાવજો જંગલ જેવા વિસ્તારમાં પણ રહે અને સીમમાં પણ પડ્યા પાથર્યા રહે ઇચ્છા પડે તો ગામમાં પણ ઘુસી આવે તેને રોકવાવાળુ કોઇ નથી. પાણી અને શિકારી શોધમાં આ સાવજો ગમે તે ગામમાં ઘુસી જાય છે. આજે સવારમાં એક સાથે પાંચ સાવજનું ટોળુ છેક રાજુલાના પાદર સુધી પહોંચી જતા સિંહ દર્શન માટે લોકો ટોળે વળ્યા હતાં.


અગાઉ સાવરકુંડલા, ખાંભા ધારી અને છેક દામગર શહેરના પાદર સુધી સાવજો આંટા મારી જતા હતા હવે તેનો વિસ્તાર વધુનેવધુ વિસ્તરતો જાય છે.


આજે સાવજોનું રાજુલામાં આગમન થયું હતું. અજે સવારે એક સિંહણ પોતાના ચાર બચ્ચા સાથે રાજુલાના આંગણામાં ઉભેલા ધાતરવડી ડેમ પર આવી પહોંચી હતી.


અહીં સિંહણ અને તેના બચ્ચા આવ્યા હોવાની વાત વાયુ વેગે શહેરમાં ફેલાઇ ગઇ હતી. જેને પગલે સિંહ દર્શન માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં.


રાજુલા તાલુકાના અનેક ગામોની સીમમાં સાવજોનો વસવાટ છે. આ સાવજો ગમે ત્યારે શિકાર અને પાણી માટે ગમે તે ગામમાં ઘુસી જાય છે.


પરંતુ રાજુલા શહેર સુધી સાવજો આવતા ન હતાં. પણ આજનો દિવસ કંઇક આર હતો. આ સાવજ પરિવાર કોઇ પણ પ્રકારના ડર વગર અહીં સુધી પહોંચી ગયો હતો.


પાણીની શોધ સાવજોને અહીં ખેંચી લાવી ?
હાલમાં ઠેરઠેર પાણીની કારમી તંગી પ્રવતિg રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણીના મુદ્દે ભારે દેકારો છે. સીમમાં ભુતળ ખુટયા છે. પરિણામે વાડી ખેતરોમાં પણ પિયત થતી નથી. પાણીની કુંડીઓ ભરેલી હોતી નથી. ચેકડેમો અને તળાવો પણ સુકાયા છે. જેથી પાણીની શોધ આ સાવજ પરિવારને અહીં ચેંચી લાવી હોવાનું મનાઇ રહયું છે.


No comments:

Previous Posts