Tuesday, February 19, 2013

Forest department working hard to cage injured Gir Lion

19-02-2013
Forest department working hard to cage injured Gir Lion
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-injured-lion-caught-authority-un-in-crancach-border-4184348-NOR.html

ક્રાંકચની સીમમાં ઘાયલ સિંહને પાંજરે પૂરવા તંત્રની દોડધામ

ભૂરીયા સિંહની માથાની ઇજા જીવલેણ સાબિત થાય એ પહેલા સારવારના પ્રયાસો

 
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં ભુરીયા નામથી જાણીતા એક સાવજને માથામાં ઇજા પહોંચી હોય અને માથામાં ઘાવ સાથે આ સિંહ પાછલા કેટલાક સમયથી આંટા મારતો હોય વન અધિકારીઓ સુધી રજુઆત થતા વન વિભાગના સ્ટાફે આ સિંહને પકડવા અને સારવાર કરવા માટે તજવીજ શરૂ કરી છે.
 
લીલીયાના ક્રાંકચની સીમમાં ત્રણ વર્ષની એક સિંહણનું કુવામાં પડી જવાથી મોત થયાની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક સિંહના જીવ સામે ખતરો ઉભો થયો છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ભુરીયા તરીકે ઓળખાતા આ સિંહને માથામાં ઇજા છે. માથાની ઇજાનો ઘાવ ધીમે ધીમે વકરી રહ્યો છે અને રસી થઇ ગયા છે. માથામાં ઘારૂ પડી ગયુ હોય જો વહેલીતકે સારવાર નહી થાય તો આ સિંહના જીવ સામે પણ ખતરો છે.
 
સામાન્ય રીતે સિંહને ઇજા પહોંચે તો તે પોતાના ઘાવની જીભથી સફાઇ કરી નાખે છે. પરંતુ માથામાં ઇજા થાય ત્યારે સિંહ ઘાવની સફાઇ કરી શકતો ન હોય તેની ઇજા વકરતી જાય છે અને ઘણા કિસ્સામાં તે જીવલેણ સાબિત થાય છે. ત્યારે અહિં ભુરીયા સિંહની હાલત પણ બગડી રહી છે. આ અંગે વન વિભાગના અધિકારીઓને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતા તેમની સુચનાના પગલે સ્ટાફ દ્વારા આ સિંહને પકડવા અને સારવાર કરવાનો પ્રયાસ શરૂ કરાયો છે. ક્રાંકચની સીમમાં આ સિવાય અન્ય એક સિંહ પણ બિમાર છે.

No comments:

Previous Posts