05-02-2013
Here lions are not only King of the jungle, but are King of the roads also
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-264785-NOR.html?seq=1
- અમરેલી જિલ્લાના અનેક માર્ગો પર કબજો જમાવી સાવજો કલાકો સુધી વાહન વ્યવહાર થંભાવી દે છે
સાવજો જંગલના રાજા ગણાય છે. જંગલ પર તેની આણ વર્તાઇ છે. પરંતુ પાછલા એક દાયકામાં સાવજોની વસતી વધતા અને અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજોએ કબજો જમાવતા જાહેર રસ્તાઓ પર પણ તેની આણ વર્તાઇ રહી છે. અહી ક્યા રસ્તા પર ક્યારે સાવજો કબજો જમાવી લે અને કલાક બે કલાક સુધી રસ્તા પર જ આરામ કરી વાહનવ્યવહાર થંભાવી દે તે નકકી હોતુ નથી.
કોઇ વાહન ચાલક અમરેલીના ગ્રામ્ય માર્ગો પર પસાર થતો હોય અને રસ્તા પર સાવજોનુ ટોળુ બેઠેલુ જુએ તો તેણે પોતાનુ વાહન ઉભુ રાખી દેવુ પડે છે. રસ્તાની બંને બાજુ વાહન ચાલકોની ગમે તેવી ભીડ જામે પણ સાવજોને તેની પડી હોતી નથી. તે તો પોતાની મરજીના માલિક છે. આ સાવજો પોતાની મરજીથી રસ્તા પરથી હટે પછી જ વાહન વ્યવહાર ફરી શરૂ થાય છે.
આવી સ્થિતિમાં મોટાભાગે વાહન ચાલકોને સિંહ દર્શનનો લ્હાવો પણ મળી જતો હોય છે. ઘણા વાહન ચાલકો સાવજોને હેરાન પરેશાન પણ કરે છે અને રસ્તા પરથી દુર હટવા ફરજ પણ પાડે છે. મોટેભાગે સાવજો રસ્તા પર અડ્ડો જમાવે ત્યારે કલાક બે કલાક સુધી વાહન વ્યવહાર થંભે છે.
જિલ્લાના અનેક રસ્તાઓ એવા છે કે જેના પર સાવજો વારંવાર નજરે પડે છે. આ ઉપરાંત અનેક એવા રસ્તા છે કે જે સાવજોએ વારંવાર ઓળંગવા પડે છે. આ સાવજો સીમમાં ગાડા માર્ગ પર પણ ધામા નાખે ત્યારે ખેડુતોએ પણ અવરજવર થંભાવવી પડે છે. હકિકત એ છે કે સાવજ માત્ર જંગલનો નહી જયાં જાય ત્યાંનો રાજા છે.'
કયાં માર્ગો પર સાવજો વારંવાર કબજો જમાવે છે
-ક્રાંકચ લીલીયા રોડ પર વારંવાર સાવજ ધામા નાખીને બેસી જાય છે ખાસ કરીને ગાગડીયાના પુલ પાસે આવુ વધુ બને છે
-જુના સાવર ભુવા રોડ પર વારંવાર સાવજો કબજો જમાવે છે. -સુરજવડીથી અભરામપરાના રોડ પર સાવજો વાહન વ્યવહાર થંભાવી દે છે.
-કૃષ્ણગઢ મિતીયાળા રોડ પર તો આવી ઘટના અવારનવાર બને છે
-ભાડથી નાનુડીના રસ્તે પણ સાવજો ધામા નાખીને બેઠેલા વારંવાર નજરે પડે છે

No comments:
Post a Comment