Thursday, March 29, 2012

Leopard terror visavadar

29-03-2012
Leopard terror visavadar
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-terror-visavadar-3029612.html

દીપડાનો આંતક : ઉચ્ચતરીય ટીમ આવી

અગ્ર મુખ્ય વન સંરક્ષક સહિતનાં અધિકારીઓની સમીક્ષા : શ્રમિકો પર હુમલાનાં દોષનો ટોપલો લેબર વિભાગ પર ઢોળાયો


છેલ્લા એકાદ માસ દરમ્યાન જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પરપ્રાંતીય મજૂરોનાં બાળકો પર દીપડાનાં હુમલાનાં વધેલા બનાવોને પગલે ગાંધીનગરથી અગ્ર મુખ્ય વનસંરક્ષક સાસણ દોડી આવ્યા છે. તેઓએ દીપડાની વસ્તીને અંકુશમાં લેવા તેની નસબંધીની વિચારણા થઇ રહી હોવાનું જણાવ્યું હતું. આ સાથે મજૂરોની સલામતી માટે લેબર વિભાગની ઉદાસીનતા પણ કારણભૂત હોવાનું ઉમેર્યું હતું.

છેલ્લા થોડા દિવસોમાં ગિર જંગલની હદને અડીને આવેલા ગામોમાં શેરડીની મજૂરી માટે આવેલા પરપ્રાંતીય મજૂરોનાં બાળકોને દીપડા ઉઠાવી જવાનાં અનેક બનાવો નોંધાયા. એક સપ્તાહમાંજ ૪ બાળકો દીપડાનો 'કોિળયો' બન્યાં છે. જેને પગલે અગ્ર મુખ્ય વનસંરક્ષક એસ. કે. ગોયલની આગેવાની હેઠળ વનવિભાગની ઉચ્ચસ્તરીય ટીમ સાસણ દોડી આવી છે. વનવિભાગનાં સ્થાનિક અધિકારીઓ પાસેથી તેઓએ વીગતો મેળવી હતી.

બાદમાં એસ. કે. ગોયલે જણાવ્યું હતું કે, બહારનાં રાજ્યોમાંથી અંદાજે ૨૦ હજાર મજૂરો ગિરની આસપાસનાં વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર, તાલાલા, ઊના જેવા વિસ્તારોમાં શેરડીનાં ખેતરોમાં મજૂરીએ આવે છે. આ મજૂરોની તમામ જવાબદારી તેમનાં મુકાદમો, વાડી માલિક અને લેબર વિભાગની હોય છે. ખાસ કરીને પરપ્રાંતીય મજૂરોનાં રહેણાંકની વ્યવસ્થા તેમજ સુરક્ષાની ચકાસણી કરવાની જવાબદારી લેબર વિભાગની હોય છે. તેઓનું રજીસ્ટર પણ તેમણે ચકાસવાનું હોય. આ અંગે વનવિભાગે લેબર વિભાગને અનેકવખત જાણ કરી છે. પરંતુ હજુ સુધી એ દિશામાં કોઇજ કાર્યવાહી થઇ નથી.

દીપડાની વસ્તીને અંકુશમાં લેવા માટે તેની નસબંધી અંગે પણ વિચારાઈ રહ્યાં હોવાનું જણાવ્યું હતું.

૬૯ માનવભક્ષી દીપડાને આજીવન કેદ

મુખ્ય વન સંરક્ષક આર. એલ. મીણાએ જણાવ્યું હતું કે, હાલ જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં ૫૭ અને સાસણમાં ૧૨ મળી કુલ ૬૯ માનવભક્ષી દીપડાને આજીવન કેદમાં રખાયા છે. આ દીપડાઓએ અત્યાર સુધીમાં ૭૦ થી વધુ માનવીનો ભોગ લીધો હતો.

No comments:

Previous Posts