Sunday, May 20, 2012

Lion couple in farm

20-05-2012
Lion couple in farm
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-couple-farmer-3290853.html?OF3=

સિંહ યુગલે વાડીમાં આખો દિવસ ધામા નાખતાં લોકોના ટોળા વળ્યાં

- ખાંભા નજીક સિંહ યુગલે વાડીમાં આખો દિવસ ધામા નાખતાં લોકો ટોળે વળ્યાં

- વિભાગનો સ્ટાફ ડોકાયો પણ નહી


ગીર કાંઠાના ખાંભા તાલુકામાં સાવજો રેવન્યુ વિસ્તારમાં વાડી-ખેતરોમાં ધામા નાખીને પડ્યા રહે છે. આજે ખાંભા નજીક ચતુરી ગામના પાટીયા પાસે એક સિંહ યુગલે આખો દિવસ ધામા નાખતા સેંકડો લોકો સિંહ દર્શન માટે દોડી આવ્યા હતાં. જો કે નવાઇની વાત એ છે કે જંગલખાતાનો સ્ટાફ અહિં ડોકાયો પણ ન હતો.

ગીર જંગલ સાવજો માટે ટુંકુ પડે છે. જેને પગલે અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો ધામા નાખી રહ્યા છે. ગીર કાંઠાના ખાંભા તાલુકામાં તો કોઇપણ ગામની સીમમાં સાવજ ગમેત્યારે આવી પડે છે. આજે ખાંભા નજીક આવેલ ચતુરી ગામના પાટીયા પાસે એક સિંહ યુગલ આવી ચડ્યુ હતું. અને ધીંગામસ્તી શરૂ કરી હતી.

અહિં જોતજોતામાં સિંહ દર્શન માટે લોકોનું ટોળુ એકઠુ થઇ ગયુ હતું. સવારથી સાંજ સુધી આ સિંહ યુગલ વાડીમાં રોકાયુ હતું. જેને પગલે વાડી માલીકો પોતાના કીમતી માલ-ઢોરનું મકાનની અંદર બાંધવાની ફરજ પડી હતી. દિવસ દરમીયાન અહિં સેંકડો લોકો સિંહ દર્શન માટે આવ્યા હતાં. સામાન્ય રીતે આવા સંજોગોમાં ટીખળી તત્વો સાવજોનો કાંકરી ચાળો કરતા હોય છે. જેથી વન વિભાગની હાજરી અનીવાર્ય બની જાય છે પરંતુ અહિં આખો દિવસ વન વિભાગનો સ્ટાફ ડોકાયો પણ ન હતો.

No comments:

Previous Posts