Friday, May 11, 2012

Four year old lion dies ar Pipardi near Savarkundla (Greater Gir Area);RFO believes snake-bite but locals dont!

11-05-2012
Four year old lion dies ar Pipardi near Savarkundla (Greater Gir Area);RFO believes snake-bite but locals dont!
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-dath-in-junagadh-3247186.html?OF6=

પીપરડીની સીમમાં સાવજનું રહસ્યમય સંજોગોમાં મોત
- દારૂના ભઠ્ઠામાંથી ફેંકાયેલા આથાનું પાણી પીવાથી મોત? વનખાતુ સર્પદંશથી મોત થયાનું જણાવે છે.

સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામની સીમમાંથી આશરે ચાર વર્ષની ઉંમરના એક સાવજનો ભેદી સંજોગોમાં મૃત્યુ પામેલો મૃતદેહ મળી આવતા વન તંત્ર દોડતુ થઇ ગયુ છે. લગભગ ૨૪ કલાક પહેલા મૃત્યુ પામેલો આ સિંહનો મૃતદેહ ગામની સીમમાં ગૌચરની જમીનમાંથી મળી આવ્યો હતો. વન તંત્ર દ્વારા સિંહનું મોત સર્પદંશથી થયાની શક્યતા દર્શાવાઇ રહી છે. તો બીજી તરફ આજુબાજુમાં જ દેશી દારૂના ભઠ્ઠાઓ ધમધમતા હોય દારૂના આથાવાળુ પાણી પીવાથી સિંહનું મોત થયાની ભારે ચર્ચા ઉઠી છે.

ગીર જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં સાવજોના કમોતની ઘટનાઓ વધી રહી છે. આવી એક ઘટનામાં આજે સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામની સીમમાં આશરે ચાર વર્ષની ઉંમરના એક સાવજનું કમોત થયુ હતું. ગામના માલધારીઓ આજે સવારે સીમમાં ઢોર ચરાવી રહ્યા હતાં ત્યારે અચાનક ઢોર ભડકીને ભાગ્યા હતાં. જેને લીધે માલધારીઓએ તે દીશામાં તપાસ કરતા એક સિંહનો મૃતદેહ નઝરે પડયો હતો. આ માલધારીઓ દ્વારા ગામના સરપંચને જાણ કરાતા તેમના દ્વારા
સાવરકુંડલા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

સિંહના મોતની જાણ થતા જ ડીએફઓ અંશુમન શર્મા, એસીએફ ધામી, સાવરકુંડલાના આરએફઓ સી.બી. ધાંધીયા સ્ટાફ સાથે તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અહિં આશરે ચાર વર્ષની ઉંમરના સિંહનો ફુલી ગયેલો મૃતદેહ પડયો હતો. સિંહનું મૃત્યુ ૨૪ કલાક પહેલા થયાનું માનવામાં આવી રહ્યુ છે.

વન વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ પર જ વેટરનરી ડોક્ટર હિતેષ વામજા તથા જેસરના ડોક્ટર નયન પટેલ એમ બે ડોક્ટરની પેનલ દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું. જે દરમીયાન આ સિંહને પાછળના ડાબા પગમાં સાપ કરડી ગયો હોય તેવા નિશાન મળ્યા હતાં. પીપરડીની સીમમાં ખારીનું નેરૂ તરીકે ખોળખાતા વિસ્તારમાં બાવળની કાંટમાં આ સિંહનું મોત થયુ હતું.

આ વિસ્તારમાં બાવળનું ઘેઘુર જંગલ હોય આ જંગલમાં દેશી દારૂના મોટા મોટા ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. દેશી દારૂના આથાનું પાણી જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે. ત્યારે અહિં એવી પણ ચર્ચા ઉઠી હતી કે અહિં પાણીના ખાડામાં દારૂના આથાના કચરાનો નિકાલ કરાયો હોય તેવું પાણી પીવાથી આ સિંહનું મોત થયુ હતું. જો કે મોતનું ચોક્કસ કારણ તો વિશેરાના રીપોર્ટ બાદ સ્પષ્ટ થશે.

- સિંહનું મોત સર્પદંશથી: આરએફઓ

પીપરડીની સીમમાં સિંહનું મોત સર્પદંશથી થયુ કે દારૂના આથાવાળા દુષીત પાણીથી તે અંગે ભારે ચર્ચા ઉઠી છે ત્યારે સાવરકુંડલાના આરએફઓ સી.બી. ધાંધીયાએ જણાવ્યુ હતું કે આ સિંહનું મોત સર્પદંશના કારણે થયુ હતું. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે પીએમ બાદ ત્યાં જ અગjીદાહ આપી સિંહના મૃતદેહનો નિકાલ કરાયો હતો.

પંદર જેટલા સાવજો પર ખતરો આ વિસ્તારમાં ધમધમતા દેશીદારૂના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે ત્યારે તેના કારણે આ વિસ્તારમાં વસતા ૧૫ જેટલા સાવજો સામે ખતરો ઉભો થયો છે. ભઠ્ઠા ચલાવતા તત્વો દ્વારા દારૂના આથાનું દુષીત પાણી જ્યાં ત્યાં ફેંકવામાં આવે છે. સાવજો જ્યાં પાણી પીવે છે તે પાણીમાં પણ આ કચરાનો નિકાલ થાય છે. આ ઝેરી કચરો ગમેત્યારે સાવજ માટે જીવલેણ નીવડી શકે છે.

No comments:

Previous Posts