05-01-2013
Lion family kills bullock at Dhelan Village near Mangrol
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-bullock-hunting-by-lions-family-in-mangrol-dhelana-border-4137524-NOR.html?OF24
માંગરોળનાં ઢેલાણાની સીમમાં સિંહ પરિવારે કર્યું બળદનું મારણ
ખોડાદરનાં જંગલ તરફ નીકળી ગયા : વન વિભાગને મળ્યા સગડ
માંગરોળ તાલુકાના ઢેલાણા ગામ નજીક આવેલી એક વાડીમાં સિંહ યુગલ તથા બે બાળસિંહોએ બળદનું મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. પંજાના નિશાન પરથી હાલમાં આ જંગલી પશુઓ ખોડાદરના જંગલ તરફ ઘણા આગળ નીકળી ગયા હોવાનાં વનખાતાને સગડ મળ્યા છે.
માંગરોળ ૭ કિ.મિ. દુર કામનાથ પાસે રામભાઇ કાનાભાઇ ખેરની વાડીમાં ગત તા.૨ ના રાત્રે નવેક વાગ્યે સિંહ, સિંહણ અને બે બચ્ચા સહિતનો સિંહ પરિવાર આવી ચઢયો હતો. જયાં ખેતરમાં તેમણે ૧ બળદનું મારણ કર્યુ હતું. આ અંગે નોર્મલ રેન્જના આરએફઓ આર.ડી. વંશને જાણ થતા જંગલખાતાના સ્ટાફે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી.
સિંહના ફૂટમાર્કનો અભ્યાસ કરતા તે ચોરવાડ - ખોડાદ્રાના કોસ્ટલ (દરીયાઇ) જંગલ તરફ ગયા હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. દરમિયાન જંગલી પશુઓથી જાન- માલની સલામતી અર્થે ખેડૂતો, માલધારીઓને પોતાના માલ - ઢોર બહાર ન રાખવા વનખાતા દ્વારા સુચના આપવામાં આવી છે.

No comments:
Post a Comment