08-01-2013
Leopard kills 35 sheep at Tamachan Village
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-JAMN-panther-killed-35-sheep-in-jamnagar-4141133-NOR.html?OF4
દીપડાનો 'જાલીમ' હુમલો, એકસાથે 35 ઘેટાંના લીધા જીવ
- જામનગર તાલુકાના તમાચણ ગામે મધરાત બાદ વાડામાં ત્રાટકેલા
જામનગર તાલુકાના તમાચણ ગામે રવિવારે અડધી રાત્રી બાદ એક માલધારીનાં વાડામાં ત્રાટકેલા દીપડાએ ૩પ જેટલાં ઘેટાંને ફાડી ખાધા હતા જ્યારે ૧પ જેટલાં ઘેટા પર હુમલો કરી ઇજા પહોચાડી હતી. આ બનાવથી ગ્રામજનોમાં ભયની લાગણી વ્યાપી ગઇ છે.
જામનગરના તમાચણ ગામે રહેતા છગનભાઇ તેજાભાઇ જાપડાનાં વાડામાં ગઇરાત્રે અઢી વાગ્યાના અરસામાં એક દીપડો ઘુસી આવ્યો હતો. આ દીપડાએ વાડામાં રહેલાં ઘેટાનું મારણ શરૂ કરતા સમગ્ર વાડો ઘેટાની મરણ ચીસોથી ગાજી ઉઠયો હતો. ઘેટાની ચીસો સાંભળી જાગી ગયેલા છગનભાઇએ વાડામાં નજર નાખતા એક દીપડો અને તેનું એક બચ્ચુ ઘેટા પર હુમલો કરી રહ્યા હતાં. આથી તુરંત જ તેઓ લાકડી લઇને વાડા તરફ દોડયા હતાં. તેમણે દીપડાને પડકારતા દીપડો અને તેનુ બચ્ચુ નાસી છુટયા હતાં.
પરંતુ ત્યાં સુધીમાં આ દીપડાએ ૩પ જેટલાં ઘેટાંને પોતાનો શિકાર બનાવતા તેના મૃત્યુ નિપજ્યા હતાં. જોકે કેટલાંક ઘેટાના મૃત્યુ દીપડાના ભયને કારણે હદયબંધ પડી જવાથી થયા હોવાનું પણ માનવામાં આવે છે. ઉપરાંત ૧૫ જેટલાં ઘેટાંને ગંભીર ઇજા પણ પહોચાડી હતી.

No comments:
Post a Comment