25-01-2013
Lion attacks two youths going to temple, in Visavadar
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-attack-on-two-youth-in-visavadar-4158778-PHO.html
મંદિરે દર્શને જઇ રહ્યા હતા ને સિંહ પરિવારે અચાનક કર્યો હુમલો
- બંને બજરંગદાદાના મંદિરે જઇ રહ્યા હતા ત્યારે હોથલીયાવીડી પાસે હુમલો કર્યો
વિસાવદરનાં જંગલ વિસ્તારમાંથી બે પિતરાઇ ભાઇ ચાલીને બજરંગદાદાનાં મંદિરે દર્શનાર્થે જઇ રહ્યા હતા ત્યારે હોથલીયાવીડી પાસે અચાનક સિંહ પરિવારે હુમલો કરી દેતા બંને ઘાયલ થતાં ૧૦૮ મારફત જૂનાગઢ ખાતે સારવારમાં ખસેડાયા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદરનાં લાલપુર ગામનાં રવજીભાઇ ખીમાભાઇ કોળી (ઉ.વ.૨૫) અને મુકેશભાઇ ભીમાભાઇ કોળી (ઉ.વ.૨૨) બંને પિતરાઇ ભાઇ પોતાનાં ખેતરેથી કામ કરી આજે સવારનાં ૯:૩૦ કલાકે ચાલીને હોથલીયાવીડી નજીક આવેલ બજરંગદાદાનાં મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતા.
ત્યારે અચાનક એક સિંહણનું બચ્ચુ તેમની નજીકથી પસાર થઇ ગયેલ અને બંને ભાઇઓ હજુ કંઇ વિચારે એ પહેલા જ સિંહ અને સિંહણે પ્રથમ મુકેશ પર હુમલો કરી દઇ તેનાં ડાબા હાથનાં ખંભા અને પડખાનાં ભાગે ઇજા પહોંચાડી હતી. જ્યારે મુકેશને બચાવવા રવજીએ હાંકલા પડકારા કરતા સિંહણે તેના પર પણ હુમલો કરી દઇ પેટ તથા પીઠનાં ભાગે ઇજા પહોંચાડી હતી.
બંને ભાઇઓએ ચીસાચીસ કરી મુકતા બાજુમાં જ માલ-ઢોર ચરાવતા ગઢવી યુવાનોએ દોડી આવી હાંકલા પડકારા કરી સિંહ પરિવારને ત્યાંથી ખદેડી મૂકી બંનેને બચાવી લઇ તાત્કાલીક ૧૦૮ને ફોન કરતા પાયલોટ મહેશ સિંગરખીયા અને ડૉ. જગદીશ ભટ્ટે ઘટનાસ્થળે પહોંચી પ્રથમ વિસાવદર હોસ્પિટલમાં લઇ આવેલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખાતે બંનેને રફિર કરાયા હતા.

No comments:
Post a Comment