Sunday, January 06, 2013

Carcass of Leopard found at Kakrapar; Poaching or Natural death?

05-01-2013
Carcass of Leopard found at Kakrapar; Poaching or Natural death?
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-dead-leopard-found-4137697-NOR.html?OF21

શિકાર કે મોત?: કાકરાપારમાં દીપડો મૃત હાલતમાં મળ્યો

માંડવી તાલુકાના કાકરાપાર અણુ મથકના પ્રતિબંધિત વિસ્તારમાં શુક્રવારે સુરક્ષા કર્મચારીઓ સાંજના સમયે પેટ્રોલિંગમાં હતાં, ત્યારે એક પાંચ વર્ષનો દીપડો મૃત હાલતમાં નજરે પડ્યો હતો. કાકરાપાર અણુમથકના સંચાલકોએ વનવિભાગને જાણ કરતાં વનવિભાગે ઘટના સ્થળે પહોંચી દીપડાનો મૃતદેહ કબજે લીધો હતો. તેમજ તેનું મોતનું કારણ જાણવા માટે તાકીદે પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે.
 
કાકરાપાર અણુ મથકના સુરક્ષા કર્મચારીઓ પ્રતિબંધિત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં, તે દરમિયાન એક પ વર્ષનો દીપડો મૃત હાલતમાં દેખાયો હતો. આથી સુરક્ષા કર્મચારીઓએ ઈન્ચાર્જને આ અંગે જાણ કરી હતી. આ બાબતે અણુમથકના સત્તાધિશો દ્વારા માંડવીના વનવિભાગને જાણ કરાઈ હતી. દીપડા અંગે માહિ‌તી મળતાં જ માંડવી વનવિભાગના આરએફઓ નટુભાઈ ચૌધરી તથા સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
 
તપાસ દરમિયાન દીપડાના શરીર ઉપર કોઈપણ પ્રકારના ઈજાના નિશાન જોવા મળ્યા ન હતાં. ઉપરાંત દાંત અને પગના પંજા સહિ‌ત તમામ અંગો સહીસલામત જણાતા હતાં. આથી દીપડાના મોતનું કારણ જાણવા માટે વનવિભાગે તેનો મૃતદેહ કબજે લઈ વેટરનરી ડોક્ટર જાલંધ્રાની મદદથી પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે.પીએમ બાદ દીપડાના શરીરના વિસેરા લેવામાં આવ્યાં હતા અને તેને એફએસએલમાં તપાસાર્થે મોકલવામાં આવ્યાં હતા.

No comments:

Previous Posts