17-08-2012
Pride of 7 lions kill 8 cows inside Jeera village near Dhari
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-hunt-of-eight-cows-by-lions-3657151.html?PRVNX=
ગામની શેરીઓમાં રખડતી ગાયો પર સાત સાવજો તૂટી પડ્યા
- ધારીના જીરા ગામે સાવજોનો આતંક આઠ ગાયોને ફાડી ખાધી
- લોકોમાં ભયનો માહોલ સર્જાયો

ધારી ગીરપુર્વના જીરા ગામે બુધવારની વહેલી સવારે સાત ડાલામથ્થા સાવજો ગામમાં ઘુસી આવ્યાં હતાં અને ભારે આતંક મચાવ્યો હતો. ગામમાં રખડતી આઠ ગાયોને આ સાવજોએ ફાડી ખાધી હતી. ગામમાં એકસાથે સાત સાવજો ઘુસી આવતા લોકો થરથરી ઉઠ્યાં હતાં.
ગીરકાંઠાના ગામોમાં અવારનવાર જંગલમાંથી સિંહ તેમજ દીપડાઓ ઘુસી આવીને દુધાળા પશુઓના મારણ કરે છે. આ ઉપરાંત માનવ પરના હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે ત્યારે બુધવારની સવારે એક્સાથે સાત સાવજો બચ્ચા સાથે જીરા ગામમાં આવી ચડ્યા હતા અને શેરીઓમાં લટાર મારી હતી.
આ સાત સાવજોએ ગામમાં આઠ ગાયોને ફાડી ખાધી હતી અને મિજબાની માણી હતી. ગામમાં સાત સાવજો આવી ચડતા ગામલોકો થરથરી ઉઠ્યાં હતાં. ગામની આઠ ગાયોને શિકાર બનાવતા ખેડુતો ફફડી ઉઠ્યાં હતાં. આ બનાવની જાણ થતા વનવિભાગના આરએફઓ એ.વી.ઠાકર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મારણને જંગલમાં મુકી દેવાની કાર્યવાહી તેમજ ગાયોના માલિકની શોધખોળ આદરી હતી.
- વધુ એક ગાયનું મારણ
હજુ તો બુધવારની સવારે જ સાત ડાલામથ્થા સાવજોએ આઠ ગાયના મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યાં આજે સવારના સુમારે પણ વલ્લભભાઇ ગેડીયાની ગાયનું સિંહે મારણ કરતા તેઓએ વનવિભાગને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.
No comments:
Post a Comment