17-08-2012
Lioness attacks youth at lions Rampara
DivyaBhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-attacks-on-man-in-rajulas-rampara-border-3657509.html
રાજુલાના રામપરાની સીમમાં આહિર યુવાન પર સિંહણનો હુમલો
બચ્ચા નાસી જતા સિંહણે પણ ઘાયલ યુવાનને પડતો મુકી ચાલતી પકડી
DivyaBhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-attacks-on-man-in-rajulas-rampara-border-3657509.html
રાજુલાના રામપરાની સીમમાં આહિર યુવાન પર સિંહણનો હુમલો
બચ્ચા નાસી જતા સિંહણે પણ ઘાયલ યુવાનને પડતો મુકી ચાલતી પકડી
રાજુલા તાલુકાના રામપરા ગામે એક આહિર યુવાન સીમમાં ઢોર ચરાવતો હતો ત્યારે બે બચ્ચા સાથે આવી ચડેલી એક સિંહણે આ યુવાન પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો. જો કે બચ્ચા ભાગી જતા આ સિંહણ પણ યુવાનને મુકીને નાસી ગઇ હતી. જેના કારણે યુવાન બચી ગયો હતો.
અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સીમમાં માલઢોર ચરાવતા માલધારીઓ સાવજોના હુમલાનો ભોગ બની રહ્યાં છે. અમરેલી જિલ્લામાં સાવજોની સંખ્યા સતત વધતી જતી હોય આ સાવજો દ્રારા માણસ પરના હુમલાની ઘટનાઓ પણ વધતી જાય છે. આવી જ એક ઘટના રાજુલા તાલુકાના રામપરા ગામે બની છે.
રામપરા ગામનો નકા બાઘાભાઇ વાઘ (ઉ.વ.૨૨) નામનો આહિર યુવાન ગઇકાલે સીમમાં પોતાના માલઢોર ચરાવવા ગયો હતો. આ સમયે બે બચ્ચા સાથે એક સિંહણ ત્યાં આવી ચડી હતી. અને સીધો જ આ યુવાન પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો.
આ યુવાને દેકારો કરતા સીમમાં કામ કરતા બે યુવાનો તેને બચાવવા દોડ્યા હતા. જો કે દેકારો થતા સિંહણના બંને બચ્ચા નાસી ગયા હતા. જેને પગલે આ સિંહણ પણ યુવકને છોડીને નાસી ગઇ હતી. ઘાયલ યુવકને સારવાર માટે રાજુલાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ વિસ્તારના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી રાજુલા હોસ્પિટલ દોડી ગયા હતા. ગામલોકોએ તેમને પાંજરૂ મુકી સિંહણને પકડવા રજુઆત કરી હતી.
No comments:
Post a Comment