Wednesday, August 22, 2012

Lion family come in Bhakshi

22-08-2012
Lion family come in Bhakshi
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-family-come-in-bhakshi-3681159.html?OF9=

રાજુલાથી પાંચેક કિમી દુર આવેલા ભાક્ષી ગામના પાદરમાં આજે સાંજના સુમારે બે સિંહ પરિવાર પાણીની શોધમાં આવી ચડતા મોટી સંખ્યામાં ગામલોકો તેમજ રાજુલાથી પણ લોકો સિંહ દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ વિસ્તારમાં તળાવ આવેલુ હોય અવારનવાર જંગલમાંથી સિંહો પાણી પીવા આવી ચડે છે. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને લોકોને સિંહ નજીક ન જવા અનુરોધ કરી સિંહને જંગલ તરફ હટાવ્યા હતા.

ભાક્ષી ગામે સાંજના સાતેક વાગ્યાના સુમારે બે સિંહ અને બે સિંહણ ગામના પાદરમાં આવી ચડતા આ વાતની જાણ થતા મોટી સંખ્યામાં ગામ લોકો સિંહ દર્શન માટે ગામના ટિંબે આવી પહોંચ્યા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. સિંહ પરિવાર ડુંગર ઉપર લટારો મારી હતી. આ વિસ્તારમાં તળાવ આવેલુ હોય અવારનવાર જંગલમાંથી સિંહો પાણી પીવા માટે આવી ચડે છે. સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોય રાજુલાના પીએસઆઇ વાગડીયા, પીએસઆઇ ગોદિંયા સહિત સ્ટાફ પણ દોડી આવ્યો હતો. અને લોકોને દુર હટાવીને સિંહ પરિવારને હાકલા પડકારા કરી જંગલ તરફ ધકેલી દીધા હતા.

No comments:

Previous Posts