Saturday, January 21, 2012

Lion ready to mate, kills cub

21-01-2012
Lion ready to mate, kills cub
B
haskar News, Amreli
http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-hinting-her-baby-for-meeting-2772203.html?OF11=

સિંહણને સંવનન માટે તૈયાર કરવા સિંહે બચ્ચાંને મારી નાખ્યું


- ગીરપૂર્વની જસાધાર રેન્જમાં બનેલી ઘટના

- સાવજે સિંહબાળ પર હુમલો કર્યો ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા વન વિભાગના અધિકારીઓએ એક સિંહબાળને બચાવી લીધું

ગીર પુર્વની જસાધાર રેંન્જમાં કમંડર વિસ્તારમાં બે સિંહણ બચ્ચા સાથે પસાર થઇ રહી હતી ત્યારે બે સાવજોએ અચાનક હુમલો કરી સિંહણના બચ્ચાને ખતમ કરી નાખ્યું હતું. આશરે બે વર્ષની ઉંમરના સિંહબાળની લાશનો કબજો લઇ વનતંત્રએ આગળની તપાસ શરૂ કરી છે. સાવજોએ જો આ સિંહબાળ મરી જાય તો સિંહણ સંવનન માટે તૈયાર થાય તેવા હેતુથી તેને મારી નાખ્યાનું મનાય છે.

આ ઘટના આજે સવારે ગીર પુર્વની જસાધાર રેંન્જમાં આવેલા કમંડર વિસ્તારમાં બની હતી. કમંડર ડુંગર નજીકથી આજે સવારે બે સિંહણ તેના બચ્ચા સાથે પસાર થતી હતી ત્યારે ત્યાં આવી ચડેલા બે સાવજોએ સિધો જ બે બચ્ચા પૈકી એક પર હુમલો કરી દીધો હતો. આશરે બે વર્ષની ઉંમરના આ સિંહ બાળને સાવજોએ જોતજોતામાં ખતમ કરી નાખ્યું હતુ.

પોતાના બચ્ચાને બચાવવા સિંહણો બંને સિંહ સામે કોઇ પ્રતિકાર કરી શકી ન હતી. જોગાનુજોગ આ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા વનવિભાગના સ્ટાફે હાકલા પડકારા કરી બંને સાવજોને ભગાડયા હતા. અને બાદમાં સિંહ બાળનો મૃતદેહ કબજે લઇ પોસ્ટમોર્ટમ કર્યું હતું અને છેલ્લે સિંહ બાળના અંતિમ સંસ્કાર કર્યા હતાં.

સિંહણના બચ્ચા નાના હોય ત્યારે તે સંવનન માટે તૈયાર થતી નથી. આ સિંહણોના બચ્ચા મરી જાય તો તે ઝડપથી સંવનન માટે તૈયાર થાય છે. કદાચ સાવજોએએટલે જ બચ્ચાને મારી નાખ્યાનું મનાય છે.

એક બચ્ચું હુમલામાંથી બચી ગયું -

અહીં પસાર થતી સિંહણો સાથે બે બચ્ચા હતા પરંતુ એક બચ્ચુ જ સિંહની ઝપટે ચડ્યું હતું. વનવિભાગે સિંહોને ખદેડી મુકતા બીજુ બચ્ચુ ઝપટે ચડ્યું ન હતું.

No comments:

Previous Posts