Sunday, January 08, 2012

શેરડી સળગાવાતાં દીપડાનું બચ્ચું દાઝ્યું

08-01-2012
શેરડી સળગાવાતાં દીપડાનું બચ્ચું દાઝ્યું
Bhaskar News, Mahuwa
http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-leopard-cub-burn-in-mahuwa-2723216.html?OF13=


ડુંગરી ગામે મળેલા એક માસના દીપડાના બચ્ચાને પ્રાથમિક સારવાર મહુવા વનવિભાગ દ્વારા અપાઈ, જે સ્થળેથી બચ્ચું મળ્યું તે સ્થળે રાત્રે ફરી મૂકી દેવાશે

મહુવા તાલુકાના ડુંગરી ગામે શનિવારે સુગરના મજૂરો શેરડી કાપણી માટે આવ્યાં હતા. મજૂરોએ પ્રથમ શેરડી સળગાવતાં ખેતરમાં આરામ ફરમાવતું દીપડાના બચ્ચાને અગ્નિની ઝાળ લાગી હતી. આ બાબત મજૂરો અને ખેતરમાલિકને થતાં તેમણે અંંદાજે એક માસના દીપડાના બચ્ચાને પ્રથમ બહાર કાઢયું હતું અને ત્યારબાદ વનવિભાગને જાણ કરી હતી. મહુવા વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી દીપડાના બચ્ચાને પશુ દવાખાનામાં પ્રાથમિક સારવાર અપાવી હતી અને બચ્ચું હાલ તંદુરસ્ત હોવાથી તેને મોડી સાંજે ફરી જે તે સ્થળે છોડી દેવામાં આવશે.

મહુવા વનવિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના ડુંગરી ગામે કણબીવાડ ફિળયામાં શનિવારે પ્રવીણભાઈ વિટ્ઠલભાઈ પટેલના શેરડીના ખેતરમાં કાપણી હતી. મજૂરોએ આવેલી પ્રથમ ખેતરમાં શેરડી સળગાવી હતી. આથી ખેતરમાં શેરડી સળગવા લાગતાં જ અંંદરથી અંંદાજિત એક માસનું દીપડાનું બચ્ચુ દાઝી ગયેલી હાલતમાં બહાર નીકળી આવ્યું હતું. બપોરે ૧૨.૦૦ વાગ્યાના અરસામા ડુંગરીના માજી સરપંચ રણછોડભાઈએ વનવિભાગને જાણ કરી હતી. જાણ થતાં જ વનવિભાગની ટીમે ઘટના સ્થળે મહુવા પહોંચી દીપડાના બચ્ચાનો કબજો મેળવી લીધો હતો અને દીપડાના બચ્ચાંને પ્રાથમિક સારવાર માટે પશુ દવાખાનામાં લઇ જવાયું હતું.

આ દીપડાનું અંદાજિત એક માસનું બચ્ચુ હોવાનું વનવિભાગને જણાયું હતું, દીપડાના બચ્ચાને ભોજન માટે ગાયનું દૂધ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મોડી સાંજે દીપડાના બચ્ચાંને જ્યાંથી મળી આવ્યું હતું, તે જ સ્થળે છોડી દેવામાં આવશે, કે જેથી ફરી તે દીપડી પાસે જતું રહેશે, એવું વનખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું. હાલમાં મહુવા તાલુકામાં શેરડીના ખેતરોમાં કાપણી થઈ રહી છે ત્યારે શેરડીનું ખેતર બાળવામાં ન આવે તેવી અપેક્ષા વનખાતાએ સેવી હતી.

No comments:

Previous Posts