Sunday, January 08, 2012

Areas with lion presence should be declared as Wildlife Sanctuary

08-01-2012
Areas with lion presence should be declared as Wildlife Sanctuary
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-wherever-lions-lived-it-shoul-be-abhyaranya-2725000.html?OF7=

'સાવજો જ્યાં-જ્યાં વસ્યા તેને અભયારણ્ય જાહેર કરવા જોઇએ'


- સિંહો જે રસ્તે જતાં હોય તે રસ્તા બચાવવા પણ અભ્યાસ કરવો જોઇએ
- જે રીતે વસ્તી વધે તે જોતા સિંહોનાં સંવર્ધન-સંરક્ષણ માટે ભવિષ્યનું આયોજન કરવું જરૂરી


હાલ ગીર જંગલમાં સાવજોની સંખ્યા ૪૧૧ હોવાનું છેલ્લી ગણતરીમાં જાહેર થયું છે. આગામી વર્ષોમાં હજુ પણ સિંહોની સંખ્યા વધશે ત્યારે સિંહોએ અન્ય જે જગ્યાઓ પર વસવાટ કર્યો છે તેવા વિસ્તારોને પણ અભ્યારણ જાહેર કરી ભવિષ્યનું આયોજન કરવું જોઇએ તેમ જુનાગઢ આવેલા નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની સ્ટેન્ડીંગ કમિટીનાં સભ્યો ડૉ. દિવ્યભાનુસિંહ ચાવડાએ 'દિવ્ય ભાસ્કર' સમક્ષ જણાવ્યું હતું.

ડૉ. દિવ્યભાનુસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સિંહોનાં સંવર્ધન અને સંરક્ષણ માટે ચોક્કસપણે સારૂં કામ કર્યું છે. પરંતુ ભવિષ્યમાં હજુ પણ સિંહોની સંખ્યા વધવાની છે.

ત્યારે અભ્યાસ કરીને સિંહો જે રસ્તા પર વધુ જતાં હોય તે રસ્તા બચાવવા જોઇએ. ઉપરાંત હાલ સિંહોએ વિરડી કે નાના જંગલોમાં જ્યાં વસવાટ કર્યો છે તે બધાને અભ્યારણ્ય જાહેર કરવા જોઇએ. તેમણે કહ્યું હતું કે, વનવિભાગ દ્વારા આ દિશામાં અભ્યાસ થઇ રહ્યો છે કે નહીં એ મને ખબર નથી. પરંતુ જો ન થયો હોય તો લોકોને સાથે લઇ આવું આયોજન કરવું જોઇએ. આ માટે જે જમીન ખરીદવાની થતી હોય તો સરકારે તે માટે બજાર કિંમત જ ચૂકવવી જોઇએ તેવું પણ તેમણે જણાવ્યું હતું.

અમુક સિંહો એમપી મોકલવામાં વાંધો નથી: ડૉ. ચાવડા (There is no harm in sending few lions in Madhya Pradesh says Dr. Divyabhanusinh Chavda, President of WWF – India)

ડૉ. દિવ્યભાનુસિંહ ચાવડાએ કહ્યું કે, અમુક સિંહોને સૌરાષ્ટ્રથી દૂર મોકલવામાં વાંધો નથી. તાન્જાનીયામાં જે બન્યું હતું તે રીતે કોઇ રોગ આવે તો ખતરો ઉભો થઇ શકે. અહીં જે સિંહો છે તેમાંથી થોડા મધ્યપ્રદેશ મોકલાય તો કંઇ ખોટું નથી.


અગાઉ ક્યા-ક્યા હતો સાવજોનો વસવાટ - ( Places were lions found in past)
ગત શતકમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળે સિંહનો વસવાટ હતો. જેમાં ઇ.સ. ૧૮૧૪-પાલણપુર, ૧૮૩૦-અમદાવાદ, ૧૮૩૨-વડોદરા, ૧૮૩૪-હરિયાણા, ૧૮૩૬-અમદાવાદ, ૧૮૬૦-ગુણા (આરાવળ), ૧૮૭૨-અનાદરા, ૧૮૭૮-ડીસા, ૧૮૮૦-પાલણપુર, ૧૮૮૧,૧૮૯૧-આબુ. જો કે, આજે સાવજોનો વસવાટ ગીરપ્રદેશમાં હોવાનો પણ બ્લેન્ફોર્ડે એક બુકમાં ઉલ્લેખ કર્યો છે.

No comments:

Previous Posts