Monday, December 03, 2012

Two lions kill heard of 140 ships & goats; Jump 8ft high wall at Chhodavadi village in Bheshan Taluka near Girnar WLS

03-12-2012
Two lions kill heard of 140 ships & goats; Jump 8ft high wall at Chhodavadi village in Bheshan Taluka near Girnar WLS
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lions-killed-140-sheeps-in-bhesan-4097373-PHO.html?OF6=

બે સાવજોએ મચાવ્યો હાહાકાર, ૧૪૦ ઘેટાં-બકરાંનો કર્યો શિકાર

- ભેંસાણના છોડવડી ગામે આઠ ફૂટ ઊંચી દીવાલ ઠેકી વંડામાં ઘૂસેલા સાવજોએ હાહાકાર મચાવ્યો
- અન્ય ૧૫ ઘેટા અને પાંચ બકરા ઘાયલ : ૭૦ ઘેટાં-બકરાંનો બચાવ


ભેંસાણનાં છોડવડી ગામમાં ગત રાત્રીનાં આવી ચડેલા બે સિંહોએ ૮૦ ફૂટ ઉંચી દિવાલ ઠેકીને અંદર ઘુસી જઇ એકી સાથે ૧૪૦ ઘેંટા - બકરાનાં શિકાર કરી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. જ્યારે ૨૦ને ઘાયલ કર્યા હતાં. હૈયુ કંપાવનારી આ ઘટનામાં જો કે, ૭૦ ઘેટાં-બકરાનો બચાવ થયો હતો. આ બનાવથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.
 
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાનાં ગીર બોર્ડર નજીક આવેલા છોડવડી ગામમાં  ભરવાડ રૈયાભાઇ કાનાભાઇ ધ્રાંગીયાનો ગામથી થોડે દુર ઘેંટા- બકરા રાખવાનો વંડો આવેલ છે. ગત સાંજનાં રૈયાભાઇએ તમામ ઘેંટા-બકરાને વંડામાં રાખી દઇ, દુધ લઇને ઘરે ઘરે જમવા ગયા હતાં.  ત્યારબાદ રાત્રીનાં સમયે ગીર જંગલ તરફથી આવી ચડેલા બે સિંહો ૮ ફૂટ ઉંચા વંડાની દિવાલ ઠેકી અંદર ઘુસી ગયા હતા અને એક પછી એક પશુઓનાં શિકાર કરવાનું શરૂ કરતા ૧૦૦ ઘેંટા અને ૪૦ બકરાનાં સ્થળ પરજ મોત નિપજ્યા હતાં. જ્યારે ૧૫ ઘેંટા અને ૫ બકરા ઘાયલ થયાં હતાં.

રૈયાભાઇ જમીને રાત્રે પોતાના વંડા પર પરત આવતા મૃત્યુને ભેટેલા પાલતુ પશુઓનાં દ્રશ્યો જોઇ હતપ્રભ બની ગયા હતાં અને બાદમાં સમગ્ર ઘટનાની ગ્રામજનોને જાણ કરી હતી. આ અંગેની પાટવડ રાઉન્ડ ફોરેસ્ટ પી.એલ. કોડીયાતરને જાણ થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને રોજકામ કરી પશુઓનાં મૃતદેહોનો નિકાલ કર્યો હતો. આ વંડામાં કુલ ૨૧૦ ઘેંટા-બકરા હતા. જેમાંથી ૭૦ જેટલા બચી જવા પામ્યા હતાં.

આ પશુ માલિકને વન વિભાગ પુરતુ વળતર ચૂકવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે. મુંગા પશુઓનાં એકી સાથે થયેલા મોતનાં બનાવથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

- સામૂહિક શિકારની પ્રથમ વખત જ બનેલી ઘટના

ગિરજંગલનાં પાટવડ રાઉન્ડ ફોરેસ્ટર પી.એલ. કોડીયાતરે જણાવ્યું હતું કે, છોડવડીમાં સિંહો સીમ વિસ્તાર સુધીજ આવે છે અને ભુતકાળમાં માલઢોરનાં મારણનાં બનાવો બનેલા છે. પરંતુ આઠ ફુટ ઉંચા વંડાની દિવાલને ઠેકીને સિંહોએ અંદર પ્રવેશી એકી સાથે ૧૪૦ પશુનાં સામુહિક શિકાર કરેલ હોય તેવા આ પ્રથમ બનાવ છે.

No comments:

Previous Posts