Saturday, December 29, 2012

Leopard kills Bluebull at Babra Vidi in Gir West

29-12-2012
Leopard kills Bluebull at Babra Vidi in Gir West
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-panther-huntin-roz-in-babra-4129500-NOR.html?OF3=

બાબરામાં દિપડાએ કર્યું રોઝનું મારણ, લોકોમાં ફફડાટ

- સિંહોના આંટાફેરા બાદ દિપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ

બાબરા પંથકમાં થોડા દિવસ પહેલા સિંહો આવી ગયાની વાતો હજુ તાજી છે ત્યાં બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં ગઇકાલે રાત્રે એક વાડીમાં દપિડાએ રોઝડાનું મારણ કરતા લોકોમાં ભય ફેલાયો છે. ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો.

બાબરા તાલુકાના ચરખા ગામે ગત રાત્રીના મીઠાભાઇ છનાભાઇ દેવીપુજકની વાડીમાં દપિડાએ દેખા દીધા હતા. અને વાડીમાં એક રોઝડાનું મારણ કર્યું હતુ. દપિડો રોઝડાનું મારણ કરી વાડીમાં જ આવેલ મકાનની ઓસરીમાં મારણ લઇ ગયો હતો. રાત્રીના અવાજ આવતા ઘરમાં રહેલા સભ્યો જાગી જતા દિપડો મારણ લઇને ઘરથી થોડે દુર નાસી ગયો હતો.

બાદમાં મીઠાભાઇએ તેમના સગા સંબંધીને ફોન દ્વારા જાણ કરી હતી. બાદમાં સવારે વનવિભાગને જાણ કરવામાં આવતા સ્ટાફના રાઠોડભાઇ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આ વિસ્તારમાં તપાસ કરતા દપિડાના સગડ મળી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા પણ ઇસાપર ગામે દપિડાએ દેખા દીધાના સમાચાર ફેલાયા હતા. પરંતુ બાદમાં બીજી વાર દેખાયો ન હતો.

બાબરા પંથકના ગામોમાં થોડા દિવસ પહેલા સિંહો આંટાફેરા મારતા હોવાની વાત ફેલાતા મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન કરવા આમથી તેમ દોડતા હતા. પરંતુ સિંહો જોવા મળ્યા ન હતા. વનવિભાગ દ્વારા પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યુ ન હતુ. ત્યારે ચરખા ગામે દપિડાએ રોઝડાનું મારણ કરતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

No comments:

Previous Posts