Saturday, December 01, 2012

Lion Cub Death In Amreli

01-12-2012
Lion Cub Death In Amreli
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-cab-death-in-amreli-4094910-PHO.html?seq=1&PRVNX=

સિંહબાળ સાથેના માતાના વર્તને વનઅધિકારીઓ માટે કૌતૂક સર્જ્યુ

ત્રણ દિવસ પહેલા ફાચરીયા ગામની સિમમાંથી સિંહબાળ મળી આવ્યું હતું


જાફરાબાદ તાલુકાના ફાચરીયા ગામની સીમમાંથી ત્રણેક દિવસ પહેલા એક ખેતરમાંથી માતાથી વિખુટુ પડી ગયેલુ સિંહણનું બચ્ચું  મળી આવ્યું હતું. આ બચ્ચાને બાદમાં રાજુલા વનવિભાગની કચેરીમાં રાખવામાં આવ્યું હતું. ગઇકાલે વનવિભાગના સ્ટાફ દ્વારા બચ્ચાને ખેતર નજીક લઇ જવામાં આવ્યું હતું. પરંતુ સિંહણ બચ્ચા પાસે આવી ન હતી. બાદમાં આજે સવારે આ બચ્ચાનું મોત નિપજ્યું હતું. આ સિંહબાળના કેસમાં માતાના વર્તને વનઅધિકારીઓને પણ આશ્વર્યમાં મૂકી દીધા હતા.

ફાચરીયા ગામની સીમમાં આવેલ ચીનુભાઇ જીવરાજભાઇ વઘાસીયાના ખેતરમાંથી ત્રણેક દિવસ પહેલા સિંહણનું એક મહિનાનું બચ્ચુ તેની માતાથી વિખુટુ પડી ગયેલુ હોવાથી વનવિભાગને આ અંગે જાણ કરવામા આવી હતી.

આ બચ્ચુ બિમાર જણાતું હોવાથી તેને સારવાર માટે રાજુલા કચેરીમાં રાખવામાં આવ્યુ હતુ. બાદમાં તેની માતાની શોધખોળ આદરવામાં આવી હતી.

ગઇકાલે તેની માતા આ વિસ્તારમાં આવી હતી. પરંતુ તે બચ્ચા પાસે ન આવતા વનવિભાગનો સ્ટાફ પણ મુંઝવણમાં મુકાયો હતો. બાદમાં આજે આ બચ્ચાનુ મોત નિપજ્યું હતું.

આ અંગે તુરત ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવતા એસીએફ તુરંત રાજુલા દોડી આવ્યા હતા. અને પશુ ડોક્ટર મકવાણાને બોલાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

આરએફઓ મોર, ફોરેસ્ટર ડેરભાઇ, નવનીતભાઇ વગેરેએ કામગીરી કરી હતી. આ વિસ્તારમાં હાલમાં અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે.

No comments:

Previous Posts