Saturday, December 19, 2015

ગુજરાત માટે આનંદની વાત : હવે MP નહિ મોકલાય આપણાં સિંહ

18/12/2015
ગુજરાત માટે આનંદની વાત : હવે MP નહિ મોકલાય આપણાં સિંહ
Sandesh
http://m.newshunt.com/india/gujarati-newspapers/sandesh/national/gujarat-mate-aanandani-vat--have-mp-nahi-mokalay-aapana-sinh_47462306/c-in-l-gujarati-n-sande-ncat-National
(18 Dec) ગુજરાતના જંગલમાં વસવાટ કરતા વનરાજો હવે ગુજરાતમાં રહેશે. તેઓનુ કયાંય પણ સ્થળાંતર નહી થાય. ગીર નેશનલ પાર્કમાંથી મધ્યપ્રદેશના કુનો-પાલપુર વાઇલ્ લાઇફ સેન્ચુરીમાં સિંહોના સ્થળાંતર કરવાની માંગણી ઉપર કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ઠંડુ પાણી રેડી દેતા કહ્યુ છે કે, પ્રક્રિયાને રપ વર્ષથી વધુ સમય લાગી શકે તેમ છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે, ગુજરાતથી મધ્યપ્રદેશમાં સિંહોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા બહુ લાંબી છે અને માટે રપ વર્ષથી વધુ સમય લાગી શકે તેમ છે. તેમણે સાંસદ કમલનાથ અને જયોતિરાદિત્ સિંધીયાના સવાલના જવાબમાં મુજબ જણાવ્યુ હતુ. મધ્યપ્રદેશમાં સિંહો માટે સ્થળની જગ્યાની તૈયારીથી માંડીને ગુજરાતમાં સિંહોની ઓળખ કરવા સુધીની પ્રક્રિયા બહુ લાંબી છે તેમ તેમણે જણાવ્યુ હતુ. પર્યાવરણ મંત્રાલયના સુત્રોએ જણાવ્યુ છે કે, નિષ્ણાંતો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ લોકસભામાં લેખિત નિવેદન આપવામાં આવ્યુ હતુ. સિંહોના સ્થળાંતરનું કાર્ય તાત્કાલિક શકય નથી. એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, સિંહોના વસવાટ માટે કુનો કોઇ પરફેકટ સ્થળ કહી શકાય કારણ કે ત્યાં વાઘ સાથે ઘર્ષણની શકયતા મોઢુ ફાડીને ઉભી રહે તેવી શકયતા છે. સિંહોની વસ્તીને સમર્થન આપવા માટે કુનો શ્રેષ્ સ્થળ કહી શકાય. ત્યાં રાજસ્થાના રણથંભોરથી વાઘોને લાવવામાં આવ્યા છે અનેક વાઇલ્ લાઇફ નિષ્ણાંતોનું કહેવુ છે કે, કુનો જેવા મેનમેઇડ સેન્ચુરીમાં બે વન્ પ્રાણીઓ એક સાથે રહી શકે. જો કે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરનાર ફયાઝ ખુદશરનું કહેવુ છે કે, સેન્ટ્રલ ઇન્ડિયા અંગે કોઇ વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યુ નથી. તેમણે કહ્યુ છે કે, ૧૦૦ વર્ષ પહેલા શિવપુરી જિલ્લામાં સિંહ અને વાઘ બંને સાથે રહેતા હતા. મંત્રાલયે બાબતનો અભ્યાસ કરવા માટે નિષ્ણાંતોની એક સમિતિ રચવી જોઇએ. પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓ પણ કહે છે કે, ગીર અને કુનો બે અલગ-અલગ કહી શકાય. ગીર ડ્રાય વિસ્તાર કહી શકાય જયારે કુનો વેટ (ભીનાશ)વાળા ઝોનમાં આવે છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત સરકારે સિંહોના સ્થળાંતરનો ભારે વિરોધ કર્યો હતો પરંતુ હવે પ્રકાશ જાવડેકરના જવાબથી સ્પષ્ થઇ ગયુ છે કે, હવે મામલો થોડા સમય માટે બંધ થઇ ગયો છે. ગીરના સિંહો ગીરમાં રહેશે.


No comments:

Previous Posts