18-03-2013
Herd of Buffaloes pass-by two lions; public gathered for the show
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-two-lion-seen-at-prempara-of-visavadar-town-4210460-NOR.html?HF-3=
વન વિભાગનાં કુટિયા રાઉન્ડનાં સ્ટાફે સતત વોચ રાખી લોકોને દુર રાખ્યાં
વિસાવદરનાં પ્રેમપરાની સીમમાં મારણ કરતાં સાવજને નિહાળવા ટોળા ઉમટી પડતાં વન વિભાગનાં સ્ટાફે સતત વોચ રાખી લોકોને દુર રાખ્યા હતાં. વિસાવદરનાં પ્રેમપરા ગામની સીમમાં આંબાજળ નદીના પુલ પાસે આવેલ વજુભાઇ વાછાણીનાં ખેતરમાં ગતરાત્રિનાં બે સાવજે બળદનો શિકાર કર્યા બાદ મારણની મીજબાની માણતા માણતા સવાર થઇ જતાં અને આ ખેતર રોડ ઉપર હોવાથી વાત વાયુવેગે પ્રસરતા સાવજોને જોવા ધીમે- ધીમે લોકોનો ઘસારો થવા લાગેલ.
દરમિયાન વન વિભાગને જાણ થતા આરએફઓ એન.એમ. જાડેજાએ કુટિયા રાઉન્ડનાં ભરત મેર, કે.એમ. સોલંકી, ડી.કે. મકવાણા, એમ.ડી. બ્લોચ સહિતનાં સ્ટાફને તાત્કાલીક સ્થળ પર મોકલી આપેલ. આ સ્ટાફે સતત વોચ રાખી સાવજો ગામ તરફ ન આવે અને લોકોને પણ દુર રાખ્યાં હતાં.
ત્યારબાદ આ સાવજો જાંબુડી ગામ નજીકથી પસાર થઇ આંબાજળ ડેમથી ડુંગર પર ચઢી ગયા હતાં અને ત્યાંજ આખો દિવસ બેસી રહ્યાં હતાં. ડુંગરની બંને બાજુ બાઇક, ફોરવ્હીલ પર આવતા ચાલકો અને ટોળાને સિંહો કોઇપણ પ્રકારની ઇજા ન પહોંચાડે એ માટે સ્ટાફે સતત ખડેપગે કામગીરી કરતા લોકોએ તેમની પ્રશંસા કરી હતી.
સાવજની નજીકથી ભેંસોનું ટોળુ નીકળ્યું
આ બંને સાવજ ડુંગર પર આગળ વધી રહયાં હતાં ત્યારે રસ્તા પરથી ૪૦ જેટલી ભેંસોનું ટોળું પસાર થતા તેમની પર તરાપ મારવાની પેરવી કરે એ પહેલા જ આ ભેંસોને લઇ જતા ચાર ભાઇઓએ ભેંસોને આગળ-પાછળ રાખી હાંકલા પડકારા કરી આબાદ રીતે ડુંગરને ક્રોસ કરાવી દીધેલ.

No comments:
Post a Comment